લાંબા ગામે કાળજું કંપાવનારી ઘટના બની છે. એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો. પિતા, પુત્ર અને પુત્રી સહિત ત્રણનાં કરૂણ મોત થયા છે. ત્રણેય સભ્યોએ ઝેરી ટીકડા ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતક પિતા લાંબા સમયથી બીમાર હોવાનું અનુમાન છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવભૂમિદ્વારકાના લાંબા ગામે કાળજું કંપાવનારી ઘટના, એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત
