બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસ્મરણ ફાઉન્ડેશન અને સ્મરણ લેડીઝ ક્લબ દ્વારા આયોજિત આ પવિત્ર કાર્યક્રમ સમાજને...

સ્મરણ ફાઉન્ડેશન અને સ્મરણ લેડીઝ ક્લબ દ્વારા આયોજિત આ પવિત્ર કાર્યક્રમ સમાજને દીકરીઓની સાચી કિંમત

દીકરી – ઘરનું સુખ, પરિવારનું ગૌરવ અને સમાજનું ભવિષ્ય

દીકરીનો વિકાસ એટલે સમાજનો વિકાસ. આ ભાવનાને હૃદયમાં ધારણ કરીને, સ્મરણ ફાઉન્ડેશન તથા સ્મરણ લેડીઝ ક્લબના સંયુક્ત પ્રયત્નો અને દાતાશ્રીઓના સહયોગથી દર વર્ષની માફક આ વર્ષે પણ કન્યા પૂજન અને કરિયાવર વિતરણનો અનોખો કાર્યક્રમ યોજાયો. મિતલબેન મિથુનભાઈ ગાઠાણી અને મંડળની બહેનોની નિષ્ઠા આ કાર્યક્રમને જીવંત બનાવતી હૃદયશક્તિ છે.

મુખ્ય અતિથિ

આજેના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે WPC પલવીબેન બાબુલાલ ગોહેલ (મહિલા પોલીસ સ્ટેશન) અને ઉષાબેન સોનેજી (પ્રમુખ – રાજકોટ બ્રહ્મક્ષત્રિય પ્રગતિ મહિલા મંડળ) ઉપસ્થિત રહ્યા. તેમની પ્રેરણાદાયક હાજરી દીકરીઓ માટે હિંમત, આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંદેશ લઈને આવી હતી.

દાતાશ્રીઓનો ઉદાર સહયોગ

આ પુણ્ય કાર્ય પાછળ અનેક ઉદાર હૃદયવાળા દાતાશ્રીઓ જોડાયેલા છે. ખાસ કરીને:

વિરલભાઈ હોથી (બંસી ફૂડ)

મમતાબેન રતનધાયરા અને મેઘનાબેન રાવલ (લિટલ માસ્ટર પ્લેહાઉસ)

મનોજભાઈ તન્ના (Kotak Life Insurance)

હેમલભાઈ મહેતા

વિમલભાઈ દાવડા

સુહાનીબેન ગાથા

તેમના સહયોગથી આ કાર્યક્રમ સફળ અને યાદગાર બની રહ્યો છે.


કરિયાવર વિતરણ

કુલ 30 દીકરીઓને કરિયાવર રૂપે વિવિધ ભેટો આપવામાં આવી:

સ્ટડી ટેબલ

ઘડિયાળ

ચણિયાચોળી

સોનાની ચુક

વાસણ

નાસ્તા-મીઠાઈ

ઘરવખરીની સામગ્રી

આભૂષણો

આ ભેટો માત્ર સામાન નહીં, પરંતુ સમાજની દીકરીઓ પ્રત્યેનો પ્રેમ, સન્માન અને જવાબદારીનું પ્રતિક છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર