નવરાત્રીમાં શહેરના નાગરિકોની સુરક્ષાને લઈને પોલીસનો સજ્જ થઈ છે. આ નવરાત્રીમા ટપોરી ઓની ખેર નથી. કારણ કે ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ ગરબાના મેદાનમાં હશે. સમગ્ર શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમા હાજર રહેશે. ખાસ કરીને સિધુંભવન રોડ, એસજી હાઈવે અને રિવરફ્ન્ટ વિસ્તારમા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. જેમા ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પણ સક્રિય થતી હોય છે. તેને લઈને ગરબા આયોજકોને CCTV અને વોચ ટાવર બનાવવા સૂચના આપવામાં આવી છે.
નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસનો એક્શન પ્લાન, ખેલૈયા બની પોલીસ રાખશે ચાંપતી નજર
