શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગણપતિ સ્થાપના – “પ્રશીલ પાર્ક કા રાજા”

ગણપતિ સ્થાપના – “પ્રશીલ પાર્ક કા રાજા”

આજ, ૨૭ ઓગસ્ટ ૨૦૨૫, બુધવારના દિવસે, પ્રશીલ પાર્ક સોસાયટીમાં ઉત્સાહ અને ભક્તિભાવે ભરેલો પાવન પ્રસંગ યોજાયો. ‘પ્રશીલ પાર્ક કા રાજા’ ગણપતિ બાપાની પધરામણી જલેશ્વર મહાદેવ મંદિર થી સોસાયટીના ગરબી ચોક સુધી વાજતે ગાજતે ગરબાના ચોકના પટરાગણમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી.આ પ્રસંગે સોસાયટીના તમામ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા.

મુખ્ય મહાનુભાવોમાં હતા: શ્રી અજયસિંહ ઝાલા (પ્રમુખ), શ્રી દડુભા ખાચર (ઉપપ્રમુખ), શ્રી ઉમેશભાઈ ક્યાડા (મંત્રી), શ્રી સુરેશભાઈ વિકમા (ખજાનચી), શ્રી રત્નેશભાઈ રાજાણી, શ્રી ઉમેદભાઈ ખાચર, શ્રી વનરાજસિંહ જાડેજા, શ્રી નારણભાઈ વિરડા, શ્રી બાલકૃષ્ણ મકવાણા (સિનિયર સિટિઝન) અને શ્રી ધર્મેન્દ્રસિંહ રાણા.સૌએ ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી અને મહિલાઓએ ગરબાના રાસ સાથે પૂજાની ઉજવણી કરી.

પ્રસંગને ભવ્ય બનાવવા પ્રશીલ પાર્ક ઓનર્સ એસોસિએશનના કાર્યકરો તેમજ દક્ષાબેન દવે, રામજીભાઈ સંખારવા અને જયભાઈ બરડાઈએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા અને ભક્તિભાવ વધારશે એવી આશા સાથે… ગણપતિ બાપા મોરીયા!

સંબંધિત સમાચાર

તાજા સમાચાર