શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છઆજનું હવામાન : ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી!

આજનું હવામાન : ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી!

ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આજથી ભારે વરસાદની સંભાવના છે. ત્રણ વિવિધ સિસ્ટમોના અસરથી રાજ્યભરમાં પવનની ઝડપ 40-50 કિ.મી. પ્રતિ કલાક પહોંચી શકે છે.

બંગાળની ખાડી પાસે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને સાથે જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બન્યું છે. મોન્સૂન ટ્રફ સાથે આ ત્રણેય સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવવા માટે જવાબદાર માનવામાં આવી રહી છે.

આગાહી મુજબ અમદાવાદમાં હળવો થી મધ્યમ વરસાદ, સાથે ગાજવીજ થવાની સંભાવના છે. લોકો આગળ વધતાં પહેલાં હાલતનું ધ્યાન રાખવા હવામાન વિભાગે સાવચેત રહેવાની સલાહ આપી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર