માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
હવામાન વિભાગની આગાહી મુજબ 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.