શનિવાર, ઓગસ્ટ 2, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 2, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતનર્મદા બંધમાંથી છોડાયું 3.86 લાખ ક્યુસેક પાણી, ભરૂચ નર્મદા નદીમાં પાણીનુ સ્તર...

નર્મદા બંધમાંથી છોડાયું 3.86 લાખ ક્યુસેક પાણી, ભરૂચ નર્મદા નદીમાં પાણીનુ સ્તર 22

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.86 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે, ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેવાની સંભાવના રહેલી છે. નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામ લોકોને નદી કાંઠે ના જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને પણ નદીમાં માછીમારી માટે ન જવા સૂચના અપાઈ છે. આજે રાતે ભરૂચ પાસે નર્મદા નદીમાં પાણી તેના વોર્નિંગ લેવલ 22 ફૂટ સુધી પહોંચે એવી શક્યતા રહેલી છે. કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

રેલવેની મિલકત પર હોર્ડિંગ્સ લગાવીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડોની ગેરકાયદે કમાણી કરી છે. વડોદરાની કોમર્શિયલ કોર્ટે આ મુદ્દે વડોદરા મહાનગર પાલિકાને ફટકાર લગાવી છે. ગેરકાયદે કરેલી 1.87 કરોડની કમાણી રેલવેની તિજોરીમાં જમા કરાવવા આદેશ આપ્યો છે.

વડોદરામાં વિવિધ જગ્યાએ આવેલ રેલવેની મિલકત પર, ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવીને વડોદરા મહાનગરપાલિકાએ કરોડોની કમાણી કરી છે. આ મુદ્દે કોમર્શિયલ કોર્ટમાં  કેસ ચાલતા,  મ્યુનિસિપલ કોર્પોરેશનને કોર્ટે ફટકાર લગાવી ને ગરેકયાદે હોર્ડ઼િગ્સથી કમાયેલા રૂપિયા 1,87, 00,000 રેલવેની તિજોરીમાં જમા કરાવવા માટે પાલિકાને આદેશ આપ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર