દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે આગામી ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 9 સપ્ટેમ્બર, 2025ના રોજ મતદાન અને પરિણામ – બન્ને પ્રક્રિયા પૂર્ણ થશે.
ચૂંટણીનું જાહેરનામું 7 ઓગસ્ટે બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.
આ પદ 22 જુલાઈએ ખાલી પડ્યું હતું, જ્યારે જગદીપ ધનખડએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
હવે દેશના બીજા સૌથી મોટા સંવિધાનિક પદ માટે નવા નેતાની પસંદગીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.