TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ડિસ્ચાર્જ અરજી અંગે આજે નિર્ણય આવી જતાં હવે આરોપનામું તૈયાર કરવામાં આવશે.આ કેસમાં અત્યાર સુધી સેશન્સ કોર્ટમાં કુલ 22 વખત તારીખ પડી ચૂકી છે. કેસના શરૂઆતના તબક્કામાં આરોપીઓએ પોતાનો વકીલ રાખવામાં મોડું કર્યું હતું, ત્યારપછી સતત ડિસ્ચાર્જ અરજીને લઈ મામલો લટકતો રહ્યો હતો.આજે અંતે કોર્ટે ડિસ્ચાર્જ અરજી પર નિર્ણય આપતાં હવે ફરિયાદી તરફે આરોપનામું ઘડવાની પ્રક્રિયા હાથ ધરાશે.મનસુખ સાગઠિયા સહિતના આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.ફરિયાદી તરફથી વકીલ સુરેશભાઈ ફળદુએ bite આપતાં કહ્યું કે, “હવે મકસદી દિશામાં કેસ આગળ વધી રહ્યો છે, અને નિર્દોષોને સજા મળવી જોઈએ.”
TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં આજે આરોપનામું ઘડાશે: ફરિયાદી વકીલ સુરેશ ફળદુ
