ગુરુવાર, એપ્રિલ 24, 2025

ઈ-પેપર

ગુરુવાર, એપ્રિલ 24, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયપીએમ મોદી અને એલોન મસ્કે ટેકનોલોજી અને ઇનોવેશન પર ચર્ચા

પીએમ મોદી અને એલોન મસ્કે ટેકનોલોજી અને ઇનોવેશન પર ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલના રોજ ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક સાથે ફરીથી વાત કરી હતી, જે આ વર્ષે બીજી વાતચીત છે. બંનેએ ટેકનોલોજી અને નવીનતાનાં ક્ષેત્રોમાં સહકારની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. બંનેની છેલ્લે ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડીસીમાં મુલાકાત થઈ હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ વાતચીત વિશે માહિતી આપી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (18 એપ્રિલ) ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક સાથે વાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પીએમ મોદી અને મસ્કની મુલાકાત થઇ હતી. બે મહિનાની અંદર વડાપ્રધાન મોદી અને એલોન મસ્ક વચ્ચે આ બીજી વાતચીત છે. હાલમાં જ ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લગાવ્યો હતો.

મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરેલા એક ટ્વીટમાં લખ્યું છે કે, “એલોન મસ્ક સાથે વાત કરી હતી અને આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં અમારી બેઠક દરમિયાન આવરી લેવામાં આવેલા વિષયો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.”

સંબંધિત સમાચાર

તાજા સમાચાર