સોમવાર, ડિસેમ્બર 23, 2024

ઈ-પેપર

સોમવાર, ડિસેમ્બર 23, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતપીએમજેએવાય-મા યોજના માટે નવી ગાઇડલાઇન જાહેર, એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિનો વીડિયો કરવો પડશે...

પીએમજેએવાય-મા યોજના માટે નવી ગાઇડલાઇન જાહેર, એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિનો વીડિયો કરવો પડશે અપલોડ

કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરાસિક સર્જન સાથે ફૂલ ટાઇમ કામ કરતા સેન્ટરોને માન્યતા પ્રાપ્ત ગણાશે : યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલગ ટીમનું ગઠન કરાયું : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત

(આઝાદ સંદેશ) ગાંધીનગર : ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીનો સીડી વીડિયો અપલોડ કરવાનો રહેશે. આ જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કેટલીક ખામીઓને લીધે કેટલાક લોકોએ ગેર ફાયદો લીધો છે. કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરાસિક સર્જન સાથે ફૂલ ટાઇમ કામ કરતા સેન્ટરોને માન્યતા પ્રાપ્ત ગણવામાં આવશે.
રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારમાં આકસ્મિક બીમારીનો ખર્ચ આવી પડે ત્યારે એક મધ્યમવર્ગ અને ગરીબનો પરિવાર ભાંગી પડે છે અથવા દેવાનો દાટ થાય છે, ત્યારે આરોગ્ય સહાય માટે પીએમજેએવાય-મા યોજના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં અમલી કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ ખ્યાતિકાંડ જેવા મોટા કૌભાંડો સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે પરંતુ ઘણું મોડું થઈ ગયું છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. આ યોજનામાં જિલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારવાર નજીકના અંતરે ઉપલ્બધ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હોસ્પિટલને એમપેન્લડ કરવામાં આવે છે. જેમાં યોજના સાથે કાર્યરત વીમા કંપની અને જિલ્લાની ટીમ દ્વારા જરૂરી ચકાસણી સાથે યોજના સાથે જોડવામાં આવે છે. કેન્સરની સારવારમાં સુધારા અંગે જણાવ્યું કે, કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબ સારવારનો પ્લાન નક્કી કરવા મેડિકલ ઓનકોલોજિસ્ટ, સર્જિકલ ઓનકોલોજિસ્ટ અને રેડિયેશન ઓનકોલોજિસ્ટની સયુંકત પેનલ ટ્યૂમર બોર્ડ તરીકે નિર્ણય દરદીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરાશે. કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડીયેશન થેરાપીમાં સારવાર પેકેજની પસંદગી માટે સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓમાં જોવામાં આવતા ગર્ભાશય, યોનીમુખના કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપી જરૂરી હોય તેવા કિસ્સામાં હોસ્પિટલ પીએમજેએવાય અંતર્ગત સારવાર આપવામાં આવશે. નિયોનેટલ કેરમાં સુધારા અંગે જણાવ્યું કે, નિયોનેટલ કર ખાસ કરીને બાળકોને આઇસીયુમાં સારવારમાં પણ સુધારો કરાયો છે. Nicu/sncuમાં માતાની પ્રયવસી સચવાય તે માટે સીસીટીવી લગાવવામાં આવશે. THO દ્વારા NICUની મુલાકાત લઈ જઇંઅને રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. બાળકોની સારવાર માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન ફરજિયાત કરવામાં આવશે. પિડીયાટ્રીક હોસ્પિટલ માટે ધારા ધોરણ મુજબ દરદીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે. TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલે ઓર્થોપેડીક અને પોલીટ્રોમાના કેસોમાં ઓછામાં ઓછા 30 ટકા ઓર્થોપેડીક અને પોલીટ્રોમાના કેસોને સારવાર ફરજિયાત કરવામાં આવેલ છે. જો યુક્ત રેશિયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલટી કરવામાં આવશે. જો સળંગ 9 માસ સુધી ઉકત રેશિયોનું પાલન ના થાય તો હોસ્પિટલને ઑર્થો પ્લાસ્ટી, સ્પેશ્યાલિસ્ટમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. યોજના અંતરગત જોડાયેલ કુલ 75 હોસ્પિટલને રૂપિયા 3.51 કરોડની ઝઊંછ અંતર્ગત પેનલટી કરવામાં આવી છે. કલીનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંગે જણાવ્યું કે, એક્ટની જોગવાઇ મુજબ પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગત વાર પૂરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે વિડિયો રેકોર્ડિંગ સાથે નું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી અંગ વિચ્છેદન સર્જરી, શરીરનો કોઈ પણ ભાગ દૂર કરવાની સર્જરી, ઓર્ગન ડોનેશન, બ્રેઇન, કેન્સર, સ્પાઈનલ સર્જરી, દર્દીને ડીશ ચાર્જ વખતે લેબોરેટરી, રેડીયોલોજી, વગેરે ડાયગનોસ્ટીક રીપોર્ટસ ફરજિયાત આપવાના રહેશે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ અંગે જણાવ્યું કે, છેતરપિંડી અટકાવવા સરકારી અને લળયતિ મેડિકલ કોલેજમાંથી અલગ ટીમનું ગઠન કરાશે. આ ટીમ ચકાસણી કરી લાભાર્થી ની ફરિયાદ અંગે સરકારને ધ્યાને મૂકશે. ઈઉઇંઘએ એક માસમાં 2 હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે. થર્ડ પાર્ટી ઓડિટના ભાગ રૂપે ટેન્ડર પ્રક્રિયાથી ઓડિટની કામગીરી કરવાની રહેશે. ફિલ્ડ ઓડિટની ટીમ દૈનિક બેથી 3 ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે. સારવારના પેકેજનો દુરુપયોગ અટકાવવા ગઇંઅને ટ્રિગર જનરેટ કરવા સૂચના છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલોના બનાવની વિગતો ધ્યાને આવતાં જરૂરી પગલાં રાજ્ય કક્ષાએથી પણ લેવામાં આવેલ છે જેમાં રાજ્ય સરકારે વિવિધ સ્પેશ્યાલિટીની સારવારમાં દર્દીના હિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પેકેજ અને સારવારની ગાઇડલાઇનમાં સુધારા કરવામાં આવી છે. કાર્ડિયોલોજી, રેડિયોલોજી, ઝઊંછ/ઝઇંછ( ટોટલ ની રિપ્લેસમેન્ટ / ટોટલ હિપ રિપ્લેસમેન્ટ) અને નિયોનેટલની સેવાઓ માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે. રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ(જઅઋઞ)ને બનાવવામાં આવ્યું છે. યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ ૠખઊછજ ખયમશભફહ ઈજ્ઞહહયલયતમાંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે જઅઋઞ ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમપેન્લડ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મૂકશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર