સોમવાર, ડિસેમ્બર 23, 2024

ઈ-પેપર

સોમવાર, ડિસેમ્બર 23, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીય4 કલાકમાં 42 લોકર કાપીને કરોડોના દાગીનાની ચોરી; બેંકને લૂંટનારા ગુનેગારોનું એન્કાઉન્ટર

4 કલાકમાં 42 લોકર કાપીને કરોડોના દાગીનાની ચોરી; બેંકને લૂંટનારા ગુનેગારોનું એન્કાઉન્ટર

ઉત્તર પ્રદેશના લખનઉમાં ચાર બદમાશોએ બેંક લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. રવિવારે ચોરોએ બેંક પાસેના એક ખાલી પ્લોટમાં ઘૂસીને ઇલેક્ટ્રિક કટરથી 42 લોકર કાપી નાખ્યા હતા. બદમાશોએ લોકરમાંથી કરોડો રૂપિયાના દાગીના અને દસ્તાવેજોની ચોરી કરી હતી. જો કે હવે પોલીસે બે ચોરોને પકડી પાડ્યા છે.

ઉત્તર પ્રદેશના લખનઉમાં ચોરોએ બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ અહીંની ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિનહટ શાખામાંથી કરોડોના ઝવેરાત અને અન્ય કિંમતી ચીજોની ચોરી કરી હતી. જાણકારી અનુસાર ચોરો 2 કલાક સુધી બેંકમાં રોકાયા હતા. પોલીસે તપાસ શરૂ કરીને બે ચોરની ધરપકડ કરી હતી. ચોરોનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક ચોર પણ ઘાયલ થયો હતો.

વાસ્તવમાં આ મામલો લખનઉના ગોમતી નગર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં ચાર ચોર ઈન્ડિયન ઓવરસીઝ બેંકની દિવાલ કાપીને બેંક લોકર સુધી પહોંચ્યા હતા. આ પછી તેઓએ ઇલેક્ટ્રિક કટરથી 42 લોકર કાપીને કરોડો રૂપિયાના દાગીના અને દસ્તાવેજોની લૂંટ ચલાવી હતી. રવિવારે ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કારણ કે રવિવારે બેંક બંધ છે. આવી સ્થિતિમાં ચોરોએ બેંક પાસેના ખાલી પ્લોટની બાજુમાંથી દિવાલ કાપી નાખી હતી.

Read: યુક્રેને રશિયા પર કર્યો અમેરિકાનો મિસાઈલ હુમલો, રશિયાના ગવર્નરે આપી બદલો લેવાની પ્રતિજ્ઞા

કરોડોના દાગીના અને દસ્તાવેજો

રવિવારે જ્યારે એક દુકાનદાર પ્લોટ તરફ ગયો તો તેણે જોયું કે દીવાલ કપાઈ ગઈ છે. આ પછી તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેંકની અંદર તપાસ કરી તો 90માંથી 42 લોકર કપાયા હતા. આ લોકરમાં કરોડો રૂપિયાના દાગીના અને દસ્તાવેજો હતા. પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આખી બેંકમાં એક જ સીસીટીવી કેમેરા છે. જોકે, આ ચોરીની ઘટનામાં રોકડ રકમનું કોઇ નુકસાન થયું ન હતું.

આઠ ટીમો બનાવવામાં આવી હતી.

ડીસીપી શશાંક સિંહે જણાવ્યું કે ચોરોને પકડવા માટે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સહિત 8 ટીમો બનાવવામાં આવી હતી. આ પછી આજે વહેલી સવારે બદમાશો સાથેની અથડામણમાં એક ચોર અરવિંદ કુમાર ઘાયલ થયો હતો. તેને પગમાં ગોળી વાગી હતી. અરવિંદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અરવિંદ બિહારના મુંગેરનો રહેવાસી છે. તે જ સમયે, તક જોઈને ત્યાંથી બે બદમાશો નાસી છૂટ્યા હતા. પોલીસને .૩૧૫ બોરની પિસ્તોલ અને એક સફેદ કાર મળી આવી છે જેનો નોંધણી નંબર નથી. ચિનહાટ પોલીસ સાથે ચોરોનું એન્કાઉન્ટર કિસાન પથ નજીક થયું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર