પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 43 વર્ષ બાદ પહેલીવાર કોઇ ભારતીય પીએમ કુવૈતની મુલાકાતે છે. કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર મોદી કુવૈતની મુલાકાતે છે. પીએમ મોદીની આ મુલાકાતથી બંને દેશોના સંબંધોમાં નવી ઉષ્મા આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે 43 વર્ષ બાદ પહેલીવાર કોઇ ભારતીય પીએમ કુવૈતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ડિસેમ્બરના રોજ કુવૈત જશે. પ્રધાનમંત્રી મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાતે છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ છેલ્લે 43 વર્ષ પહેલા 1981માં ભારતથી કુવૈતની મુલાકાત લીધી હતી. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ ૨૦૦૯ માં પશ્ચિમ એશિયાના દેશની મુલાકાત લીધી હતી.
Read: 700 પોલીસકર્મીઓની પત્નીઓ ગર્ભવતી, મહાકુંભમાં ડ્યૂટી પહેલા જ માંગી…
મોદી 2 દિવસમાં શું કરશે?
પીએમ મોદીનું વિમાન સવારે 9:15 કલાકે કુવૈત જશે. 2 કલાક 20 મિનિટ એટલે કે 11.35 વાગ્યા બાદ પીએમ મોદી કુવૈત પહોંચશે. સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2.50 વાગ્યે પીએમ મોદી સ્થાનિક લેબર કેમ્પની મુલાકાત લેશે. ત્યારબાદ પીએમ મોદી શેખ સાદ અલ અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જશે, જ્યાં તેઓ 4000-5000 ભારતીયોની સભાને સંબોધિત કરશે.
ત્યારબાદ વડાપ્રધાન મોદી ગલ્ફ કપ ફૂટબોલના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. બીજા દિવસે, પીએમ મોદી એક સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં કુવૈતના અમીર અને ક્રાઉન પ્રિન્સ સાથેની સત્તાવાર બેઠક શામેલ હશે.
ભારત-કુવૈત વચ્ચેના સંબંધો ઉષ્માભર્યા બનશે
પીએમ મોદી કુવૈતમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. પીએમના સ્વાગત માટે કુવૈતમાં જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી છે. ભારતીય સમુદાયના લોકો પીએમ મોદીને મળવા માટે ઉત્સાહિત છે. કુવૈતમાં 10 લાખ ભારતીયો રહે છે, ત્યાં સૌથી વધુ સંખ્યામાં વિદેશી નાગરિકો રહે છે. પીએમની કુવૈત યાત્રાથી બંને દેશોના સંબંધોમાં નવી ઉષ્મા આવશે.
બંને દેશો વચ્ચે થશે આ મુદ્દાઓ પર ચર્ચા
પીએમ મોદીની આ યાત્રા દરમિયાન ઉર્જા, હાઇડ્રોકાર્બન અને વેપારી સંબંધો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થશે. કુવૈતના અમીર સાથે દ્વિપક્ષીય બેઠકમાં સ્થાનિક ચલણના વેપાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે.