વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે શ્રેણી હાર્યા બાદ બાંગ્લાદેશે ટી-20 શ્રેણીમાં ધમાકેદાર શરુઆત કરી હતી અને તેમની સામેની પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 7 વિકેટે વિજય મેળવ્યોનથી. બાંગ્લાદેશે ટી-20ના ઈતિહાસમાં પહેલી વખત વિન્ડિઝને હરાવ્યું છે. મેહિદી હસને માત્ર 13 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી બાદ હવે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે શ્રેણી ગુમાવ્યા બાદ બાંગ્લાદેશે ટી-20 શ્રેણીમાં ધમાકેદાર દેખાવ કર્યો. બાંગ્લાદેશે પ્રથમ વખત ટી-20માં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. આ મેચ પહેલા દર વખતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે બાંગ્લાદેશ પર જીત મેળવી હતી. જોકે વર્તમાન શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશનો 7 વિકેટે વિજય થયો હતો.
પોવેલની ઇનિંગ્સ કામ કરી શકી નહીં
વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે 16 ડિસેમ્બરે આર્નોસ વેઈલ સ્ટેડિયમમાં પ્રથમ ટી-20 મેચ રમાઈ હતી. આ મેચ લો સ્કોરિંગ રહી હતી. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 1 બોલ પર 140 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન રોવમેન પોવેલે એક છેડેથી એકલા હાથે લડત આપી હતી પણ તેને બીજા છેડેથી ટેકો મળ્યો નથી. તેણે માત્ર 35 બોલમાં 60 રન બનાવ્યા હતા. આમ છતાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લી ત્રણ ઓવરમાં મેચ બદલાઈ
મેહિદી હસને વેસ્ટ ઈન્ડિઝની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જણાવી દઈએ કે આ મેચ 17 ઓવર સુધી વેસ્ટ ઈન્ડિઝના હાથમાં હતી. આખરી ત્રણ ઓવરમાં તેને જીતવા માટે 20 રનની જરુર હતી અને ત્રણ વિકેટ હાથમાં હતી. પરંતુ બાંગ્લાદેશી બોલરોએ શાનદાર બોલિંગ કરી અને ટી-20ના ઈતિહાસમાં પહેલી વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું. 18મી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝની આઠમી વિકેટ પડી અને માત્ર બે જ રન આવ્યા. હવે બે ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. વેસ્ટ ઈન્ડિઝે 19મી ઓવરમાં 8 રન બનાવ્યા હતા.
મેહિદી હસને ચાર વિકેટ ઝડપી હતી
હવે આખરી ઓવરમાં તેને જીતવા માટે 10 રનની જરુર હતી. પરંતુ છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન રોવમેન પોવેલ અને ત્યાર બાદ પાંચમા બોલ પર હસન મહમૂદે અલઝારી જોસેફની વિકેટ ઝડપતા વેસ્ટ ઈન્ડિઝને જીત અપાવી હતી. તેણે બે વિકેટ લીધી હતી. તસ્કીન અહેમદને પણ ખાતામાં બે વિકેટ મળી હતી. રિષદ હુસૈન અને તન્ઝીમ હસન સાકિબને એક-એક વિકેટ મળી હતી. જોકે, મેહિદી હસને બાંગ્લાદેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.