રવિવાર, ડિસેમ્બર 22, 2024

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે ત્રીજા માળેથી છલાંગ લગાવી, મંત્રાલયમાં લગાવવામાં આવેલી નેટના કારણે...

મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે ત્રીજા માળેથી છલાંગ લગાવી, મંત્રાલયમાં લગાવવામાં આવેલી નેટના કારણે બચ્યો જીવ

નવી મુંબઈ : મહારાષ્ટ્ર એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલે આજે શુક્રવારે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જો કે નીચે જાળી હોવાથી તેનો જીવ બચી ગયો હતો. ઝિરવાલ જાળમાં ફસાઈ ગયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તેમને બહાર કાઢ્યા હતા. ઉંચાઈ પરથી પડી જવાને કારણે ઝિરવાલનું બ્લડપ્રેશર વધી ગયું હતું. તેમને તપાસ માટે ડોક્ટરોની એક ટીમ મંત્રાલય પહોંચી છે. ઝિરવાલ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર જૂથના ધારાસભ્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શિંદે સરકારના ધનગર સમુદાયને એસટીનો દરજ્જો આપવાના નિર્ણયની વિરુદ્ધ છે. તેઓ પોતાની જ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર