દૂધ સાગર ડેરીએ 437 કરોડનો ભાવ વધારો જાહેર કર્યોમહેસાણાઃ દૂધ સાગર ડેરીએ 437 કરોડનો ભાવ વધારો જાહેર કર્યો છે. પશુપાલકોને 10 ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. પશુ ઘોડી, કુલિંગ ફુવારા વગેરે માટે 30ને બદલે 40 ટકા સહાય અપાશે. પશુપાલકોન અકસ્માતે મરણ વીમાની રકમ 2 લાખમાંથી 4 લાખ કરાઈ.
કચ્છઃ વીજકરંટથી PGVCLના કર્મચારીનું મોતકચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નેત્રા ગામ નજીક વીજ કરંટ લાગવાથી PGVCLના કર્મચારીનું મોત થયું છે..PGVCLની ટીમ વીજ લાઈનમાં સમારકામ કરી રહી હતી. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા PGVCLમાં લાઈન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કે.કે. ગઢવી નામના કર્મચારીનું મોત થયું છે..આ ઉપરાંત એક કર્મચારીને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ છે.