શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકાથી ચોંકાવનારા સમાચાર : 'હું શ્વાસ નથી લઇ શકતો…' કહી અશ્વેત શખ્સ...

અમેરિકાથી ચોંકાવનારા સમાચાર : ‘હું શ્વાસ નથી લઇ શકતો…’ કહી અશ્વેત શખ્સ બૂમો પાડતો રહ્યો અને પોલીસે ગરદન દબાવી રાખતા મોત

નવી દિલ્હી : અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. USમાં અશ્વેતો સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ વારંવાર નોંધાયા છે અને તાજેતરમાં જ આવો એક કેસ ઓહાયોથી સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર ઓહાયો પોલીસે એક અશ્વેત વ્યક્તિનો વીડિયો જાહેર કર્યો છે, જેનું સ્થાનિક હોસ્પિટલમાં એમ કહેતાં મૃત્યુ થયું કે હું શ્વાસ નથી લઈ શકતો.

વિડિયોમાં જોઈ શકાય છે કે તેણે અધિકારીઓને વારંવાર કહ્યું “હું શ્વાસ લઈ શકતો નથી” કારણ કે તેને બારના ફ્લોર પર પાડી દેવામાં આવ્યો હતો અને હથકડી પહેરવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર વર્ષ 2020માં જ્યોર્જ ફ્લોયડની હત્યાની યાદો તાજી કરી દીધી છે.

યુએસમાં થયેલ આ અશ્વેત વ્યક્તિના મૃત્યુથી જ્યોર્જ ફ્લોયડની હત્યાની યાદો ફરી તાજી થઈ ગઈ છે. અમેરિકાના ઓહાયોમાં 53 વર્ષીય અશ્વેત વ્યક્તિ ફ્રેન્ક ટાયસનનું શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હતું. પોલીસ તેને કસ્ટડીમાં લીધો એ સમયે એક પોલીસકર્મીએ તે વ્યક્તિના ગરદનને તેના પગથી દબાવી હતી. એ સમયે ટાયસન કહી રહ્યો હતો કે તે શ્વાસ લઈ શકતો નથી. આમ છતાં પોલીસે એ જ હાલતમાં તેને હથકડી લગાડવાનું ચાલુ રાખ્યું હતું. આ ઘટના સાથે જોડાયેલો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિડિયોમાં જોવા મળ્યું હતું કે ટાયસન દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં, પોલીસ તેની વાત સાંભળતી નથી. તે કહેતો રહ્યો કે હું શ્વાસ લઈ શકતો નથી. આમ છતાં પોલીસ કહે છે શાંત થાઓ, તમે ઠીક છો. થોડા સમય પછી, ટાયસને બોલવાનું બંધ કરી દીધું અનેઆ પછી અધિકારીઓ ટાયસનની તપાસ કરે છે. વિડિયોમાં અધિકારીઓ તેને અનકફ કરતા અને CPR આપતા દેખાય છે. આ ઘટના જ્યોર્જ ફ્લોય જ્યોર્જ ફ્લોયડની હત્યાની યાદ અપાવે છે. ચાર વર્ષ પહેલા મિનેપોલિસમાં ફ્લોયડનું મૃત્યુ થયું હતું જ્યારે પોલીસ તેને આ જ રીતે નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર