મંગળવાર, જાન્યુઆરી 28, 2025

ઈ-પેપર

મંગળવાર, જાન્યુઆરી 28, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનરણબીર કપૂરની 'રામાયણ' પર મેકર્સે કર્યો ડબલ બ્લાસ્ટ, આ તારીખે હનુમાન બનીને...

રણબીર કપૂરની ‘રામાયણ’ પર મેકર્સે કર્યો ડબલ બ્લાસ્ટ, આ તારીખે હનુમાન બનીને આવશે સની દેઓલ!

રણબીર કપૂર પોતાના અપકમિંગ પ્રોજેક્ટ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સની દેઓલ ‘હનુમાન’ અને યશ ‘રાવણ’ની ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં જ મેકર્સે રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

રણબીર કપૂર ‘ભગવાન રામ’ અને સાંઈ પલ્લવી ‘માતા સીતા’ નિતેશ તિવારી લાંબા સમયથી પોતાની ફિલ્મ ‘રામાયણ’માં કામ કરી રહ્યા છે. હાલ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન શરૂ થઇ ગયું છે. આ ફિલ્મને લઈને અનેક પ્રકારના અપડેટ આવતા રહે છે, પરંતુ લોકો મેકર્સની રાહ જોઈ રહ્યા હતા તેવી જાહેરાત પણ થઈ ચૂકી છે. ‘રામાયણ’ના બંને ભાગ માટે ચાહકોએ લાંબી રાહ જોવી પડશે.

Read: US ચૂંટણી પરિણામ: ભારતીય મૂળના નેતાઓ જીત્યા…

રણબીર કપૂરની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. શૂટિંગની શરૂઆતમાં સેટ પરથી કેટલીક તસવીરો પણ લીક થઇ ગઇ હતી, જેના કારણે નિતેશ તિવારીએ સેટ પર નો ફોન પોલિસી લાગુ કરવી પડી હતી. દરમિયાન, નિર્માતાઓએ કહ્યું કે ‘રામાયણ’ નો પહેલો ભાગ વર્ષ 2026 માં આવશે. બીજો ભાગ 2027ની દિવાળી પર આવશે. આ બંને ફિલ્મો દિવાળી પર રિલીઝ થશે.

રામાયણની રિલીઝ ડેટ જાહેર

હાલમાં જ નમિત મલ્હોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને ‘રામાયણ’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તેઓ લખે છે: “એક દાયકાથી પણ વધુ સમય પહેલાં, મેં ‘રામાયણ’ ને મોટા પડદા પર લાવવાનું શરૂ કર્યું હતું. તેણે ૫૦ થી વધુ વર્ષોથી ઘણા લોકોના હૃદય પર શાસન કર્યું છે. મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ટીમ તેના પર કામ કરી રહી છે. આ જ આપણો ઇતિહાસ છે, સત્ય છે, સંસ્કૃતિ છે – આપણું રામાયણ. અમે વિશ્વભરના લોકો માટે તેનું સૌથી અધિકૃત સંસ્કરણ લાવવા માટે ઉત્સાહિત છીએ.”

સંબંધિત સમાચાર

તાજા સમાચાર