રેશકોર્ષ રીંગ રોડ પર મોટી ઘટના બની છે.જાહેરમાં એક યુવકે યુવતીનો હાથ પકડી છેડતી કરવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની સાથે જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ટોળાએ યુવકને પકડી લીધો હતો.પ્રશ્ન એ ઊભો થયો છે કે શું રાજકોટમાં યુવતીઓ હવે સુરક્ષિત નથી? ખાસ તો ત્યારે જ્યારે દેશના ગૃહમંત્રી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને એ પહેલા જ આવી ઘટના શહેરના વ્યસ્ત વિસ્તારમાં બની છે.શું આ બનાવ પછી સુરક્ષા તંત્ર સાવચેત બનશે?શું મહિલાઓની સુરક્ષાને લઈ વધુ પગલાં લેવાશે?