મંગળવાર, સપ્ટેમ્બર 8, 2026

ઈ-પેપર

મંગળવાર, સપ્ટેમ્બર 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતમહેસાણાઃ કડીમાં માટી ભરવા બાબતે આધેડ પર જીવલેણ હુમલો

મહેસાણાઃ કડીમાં માટી ભરવા બાબતે આધેડ પર જીવલેણ હુમલો

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં માટી ભરવાના મુદ્દે એક આધેડ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ મેડા આદરજ ગામમાં આવેલી તેમની ઓફિસમાં નંબર પ્લેટ વગરની ગાડીઓમાં સવાર હથિયારધારી શખ્સો ધસી આવ્યા હતા. હુમલાખોરોએ લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે આધેડ પર હુમલો કરતાં તેમના પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પગ ભાંગી નાખ્યા હતા. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રૌઢને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બાવલુ પોલીસે ચાર નામજોગ રબારી શખ્સો તેમજ અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત: કામરેજ તાલુકામાં બાળક સ્વિમિંગ પૂલમાં ડૂબ્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 8 વર્ષીય બાળકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ કામરેજના હળધરુ ગામે સૌરાષ્ટ્રવાસી એક પરિવાર નાહવા માટે ગયો હતો. આ દરમિયાન માતાની નજર સામે જ 8 વર્ષીય ધર્મ તળાવિયા નામનો બાળક સ્વિમિંગ પૂલના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર