સોમવાર, જૂન 16, 2025

ઈ-પેપર

સોમવાર, જૂન 16, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીય 50 કલાકમાં 6 આતંકીઓનો ખાત્મો, શોપિયાં બાદ પુલવામામાં એન્કાઉન્ટર

 50 કલાકમાં 6 આતંકીઓનો ખાત્મો, શોપિયાં બાદ પુલવામામાં એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરમાં આતંકના સફાયાનું અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે અને ઘાટીમાં થતી દરેક હલચલ માટે સુરક્ષા દળો એલર્ટ મોડમાં છે. આ પછી સુરક્ષાદળોએ પહેલા શોપિયાં અને ત્યારબાદ પુલવામામાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. શોપિયાંમાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ પુલવામામાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે આતંકવાદ વિરુદ્ધ પોતાનું અભિયાન તેજ કરી દીધું છે અને આતંકવાદની આ રમતને ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 50 કલાકમાં ભારતે દેશ વિરુદ્ધ રચવામાં આવી રહેલા નાપાક ષડયંત્ર સામે મોટી સફળતા મેળવી છે. શોપિયાં અને પુલવામા એન્કાઉન્ટરમાં 6 આતંકીઓ ઠાર મરાયા છે.

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. આ પછી ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ પાઠ ભણાવ્યો હતો. આ હુમલામાં ભારતની મિસાઈલે 9 આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી દીધા હતા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને પાકિસ્તાને પણ ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

શોપિયાંમાં એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

પહાગલમ હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ અને વળતો હુમલો બંધ કરી દેવામાં આવ્યો હતો અને યુદ્ધવિરામ પણ કરવામાં આવ્યો હતો. આ પછી ભારતે આતંકવાદ વિરુદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી હતી અને પરિણામે કોઇ પણ આતંકવાદી ગતિવિધિને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રથમ સર્ચ ઓપરેશન જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ પહેલગામનો બદલો લઇ મોટી સફળતા મેળવી હતી.

શોપિયાંના આ એન્કાઉન્ટરનું નામ ઓપરેશન કેલર રાખવામાં આવ્યું હતું. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના શુક્રુ કેલર વિસ્તારમાં આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ફાયરિંગના જવાબમાં સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા.

શોપિયાંમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ લશ્કર-એ-તૈયબાના છે. આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ઓપરેશનલ ચીફ કમાન્ડર શાહિદ કુટ્ટે માર્યો ગયો હતો, એમ એક ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. શાહિદ કુટ્ટે શોપિયાં જિલ્લાના હિરપોરા વિસ્તારનો રહેવાસી હતો અને મોહમ્મદ યુસુફ કુટ્ટેનો પુત્ર હતો. તે 8 માર્ચ 2023 ના રોજ લશ્કરમાં જોડાયો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર