શનિવાર, મે 11, 2024

ઈ-પેપર

શનિવાર, મે 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગોંડલમાં ગાંધીનગર પુરવઠા વિભાગના દરોડા : રૂ.10 લાખનો 12 હજાર લીટર બાયોડીઝલનો...

ગોંડલમાં ગાંધીનગર પુરવઠા વિભાગના દરોડા : રૂ.10 લાખનો 12 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો સિઝ

સ્થાનિક તંત્રને ઉંઘતું રાખી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા’તા

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ અને આસપાસના પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું છે. ગાંધીનગર પૂરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમના સંજય પટેલની ટીમ દ્વારા રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં જસદણ અને ગોંડલ શહેર અને તાલુકામાં આવેલા બાયો ડીઝલના પંપમાં દરોડો પાડતા આશરે 12 હજાર લીટર બાયોડીઝલનો કિંમત રૂ. 10 લાખનો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ ગાંધીનગર પુરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા ગોંડલ જામવાડી જીઆઇડીસી વિસ્તાર પાસે આવેલા કનૈયા હોટલ પાછળ આવેલા ભરતભાઈ બકરાણીયાના બાયો ડીઝલના પંપમાં દરોડો પાડતા આશરે 5 હજાર લીટર બાયો ડીઝલ સિઝ કર્યું છે. બે ટાંકી અને એક ડિસપેન્સર સિઝ કરવામાં આવ્યું છે. ટોટલ 3 લાખ 60 હજાર રૂપિયાનો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગોસ્વામીના બાયોડીઝલના પંપ માં પડેલ 1500 લીટર બાયો ડીઝલનો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો જેમાં 2 લાખ 8 હજાર નો મુદામાલ જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો તેમજ ગત 23 એપ્રિલે જસદણ થી ઘેલા સોમનાથ ના રોડ પર હડમિયાના પાટિયા પાસે મિલન હોટલની પાછળ આવેલ પી.જે. વાળાના બાયોડીઝલ પંપમાં 6 હજાર લીટરનો જથ્થો આશરે 4 લાખ 32 હજારનો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં અલગ અલગ દરોડો પાડવામાં આવતા બાયોડીઝલના પંપોના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટ જિલ્લા અને સ્થાનિક પુરવઠા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવા અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર