શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાત'પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે…' આણંદના વલ્લભ વિદ્યાનગરથી પીએમ મોદીના...

‘પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે…’ આણંદના વલ્લભ વિદ્યાનગરથી પીએમ મોદીના પ્રહાર

અમદાવાદ : ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોનો રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું, કે ‘કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં ભારતની 60 ટકા ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતું, 10 વર્ષમાં અમે બનાવ્યા. માત્ર ત્રણ કરોડ ગ્રામીણ ઘર સુધી જ નળથી પાણી પહોંચતુ, અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. 10 વર્ષમાં અમે 50 જનધન બેન્ક ખાતા ખોલાવ્યા.’ આ ઉપરાંત પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ‘આ ગુજરાતી ચા વાળાએ દેશની અર્થવ્યવસ્થા 11માં નંબરથી પાંચમા સ્થાને પહોંચાડી.’ વલ્લભ વિદ્યાનગરમાં ભારે જનમેદની વચ્ચે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આતંકી એક્સોપોર્ટ કરનાર અત્યારે લોટ માગવા તરસે છે.’ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ‘પાકિસ્તાનના લોકો શહજાદાને PM બનાવવા માગે છે.

પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશના લોકોએ 60 વર્ષ સુધી કોંગ્રસનું શાસન જોયું છે જ્યારે લોકોએ ભાજપના દસ વર્ષના સેવાકાળને પણ જોયું છે. પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદના વલ્લભ વિદ્યાનગરથી સંબોધન શરુ કર્યું છે. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હુતું કે ‘આઝાદીના 100 વર્ષે ભારત વિકસિત હોવો જોઇએ. આણંદના લોકોને સમજાવવુ નહીં પડે કે વિકસિત ગુજરાત કેવુ હશે, કેમ કે તેમણે આખી દુનિયા જોયેલી છે.’ વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ‘140 કરોડ લોકોના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.’

સંબંધિત સમાચાર

તાજા સમાચાર