મહેસાણા: કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત થયુ છે. કડીમાં કરણનગર રોડ પર સુકન બંગલોઝમાં આ ઘટના બની છે. માતા ધાબું સાફ કરવા ગઈ ત્યારે કબાટમાં પૂરાઈ ગઈ. કપડાંના કબાટમાં ગુંગળામળથી બાળકીનો જીવ ગયો. માતાએ બાળકીને શોધતા કબાટમાંથી બેભાન મળી આવી. બાળકીને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાઈ. બાળકીના પિતા મૂળ મહારાષ્ટ્રના વતની છે. ઘરમાં શોકનો માહોલ ફેલાયો છે.
ગુજરાત આરોગ્ય વિભાગે PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન બંને હોસ્પિટલોમાં ગેરરીતિની વિગતો સામે આવી હતી. કાર્યવાહી હેઠળ બે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના બે હોસ્પિટલને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. આરોગ્યપ્રધાન પાનસેરિયાએ હૂંફ આપી જણાવ્યું કે ગેરરીતિ પર કોઈ ક્ષમા નહી, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા સખ્ત પગલાં લેવામાં આવશે
ગુજરાત રાજ્યમાં દેશભક્તિની લહેર ઉઠી છે કારણ કે ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી યોજાઈ રહી છે. આ અવસરે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ‘વંદે માતરમ્’નું સમૂહગાન યોજાશે. રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી ગાંધીનગર સ્થિત વિધાનસભા ખાતે થશે, જેમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનું નેતૃત્વ કરશે. વિધાનસભા તેમજ સચિવાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંકલ્પરૂપે શપથવિધિ પણ યોજાશે.


