શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકામાં કાર ડિવાઈડર સાથે અથડાતા આણંદની 3 મહિલાઓના મૃત્યુ

અમેરિકામાં કાર ડિવાઈડર સાથે અથડાતા આણંદની 3 મહિલાઓના મૃત્યુ

અમદાવાદ : અમેરિકામાં 3 ગુજરાતી મહિલાઓના રોડ અકસ્માતમાં મૃત્યુ થવા પામ્યા હતા. ત્યારે ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાની હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે.

અમેરિકામાં થયેલ રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનાં મોત થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

મૃતક મહિલાઓનાં નામ

રેખાબેન દિલીપ ભાઈ પટેલ
સંગીતાબેન ભાવેશભાઈ પટેલ
મનિષા બેન રાજેન્દ્રભાઇ પટેલ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર