રાજકોટ: આજીડેમ ચોકડી નજીકથી વ્હેલ માછલીની ઉલટી ઝડપાઈ
રાજકોટ: આજીડેમ ચોકડી નજીકથી વ્હેલ માછલીની ઉલટી ઝડપાઈ છે. શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી સાથે એક શખ્સ ઝડપાયો. વ્હેલ માછલીની ઉલટીની કિંમત 49 લાખ હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપી પાસેથી 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બાબરાના કરિયાણા ગામના યુવકની ધરપકડ કરી છે. વન વિભાગના અધિકારી અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
બનાસ ડેરીની ચૂંટણીમાં ચેરમેન શંકર ચૌધરીનો દબદબો
બનાસ ડેરીની ચૂંટણીમાં ચેરમેન શંકર ચૌધરીનો દબદબો જોવા મળ્યો. દાંતા બેઠક પર ભાજપના મેન્ડેટ પરના ઉમેદવારનો વિજય થયો. ઉમેદવાર અમરતજી પરમારનો 55 મતથી વિજય થયો. અમરતજી પરમારે પશુપાલકો અને પક્ષનો આભાર માન્યો. અમરતજી પરમારને 55 મત અને દિલીપસિંહ બારડને 30 મત મળ્યા. સમર્થકોએ હાર પહેરાવી અમરતજી પરમારનું સન્માન કર્યું. દિલીપસિંહ બારડ અને અમરતજી પરમાર જંગ વચ્ચે હતી.
વડોદરા: અટલ બ્રિજ પર ફરી ભયંકર અકસ્માત
વડોદરા: અટલ બ્રિજ પર ફરી ભયંકર અકસ્માત થયો છે. બેફામ કારની ડિવાઈડર સાથે જબરદસ્ત ટક્કર થઇ. અકસ્માતમાં બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થયા છે. એક જ મહિનામાં બ્રિજ પર ત્રીજો અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે ACP, DCPનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ફરિયાદ નોંધાઈ.