બુધવાર, મે 6, 2026

ઈ-પેપર

બુધવાર, મે 6, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 88.11% — ખુશીના માહોલ વચ્ચે નોંધાયો સુધારો

રાજકોટ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 88.11% — ખુશીના માહોલ વચ્ચે નોંધાયો સુધારો

રાજકોટ જિલ્લામાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. રાજ્યભરમાં આ વર્ષે કુલ 83.86 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે રાજકોટ જિલ્લામાં 88.11 ટકા પરિણામ સાથે રાજ્યના સરેરાશ કરતાં વધુ સારો દેખાવ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ પણ જિલ્લામાં સુધારો જોવા મળ્યો છે, કારણ કે ગયા વર્ષે પરિણામ 87.19 ટકા હતું.
જિલ્લાની શૈક્ષણિક સિદ્ધિની વાત કરીએ તો કુલ 130 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જે જિલ્લાની શિક્ષણ વ્યવસ્થાની મજબૂતી દર્શાવે છે. બીજી તરફ, 3 શાળાઓમાં એકપણ વિદ્યાર્થી પાસ ન થતાં ઝીરો પરિણામ નોંધાયું છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે.
પરિણામ જાહેર થયા બાદ રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ મીઠાઈ વહેંચીને અને મિત્રો સાથે ઉજવણી કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. વાલીઓમાં પણ ગર્વ અને ખુશીની લાગણી જોવા મળી હતી. શિક્ષકવર્ગે પણ વિદ્યાર્થીઓની મહેનત અને સમર્પણને બિરદાવ્યું હતું.
આ વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ દર્શાવે છે કે વિદ્યાર્થીઓ સતત પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે જિલ્લો વધુ મજબૂત બની રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર