બુધવાર, મે 6, 2026

ઈ-પેપર

બુધવાર, મે 6, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છધોરણ 10નું પરિણામ 2026 જાહેર: 83.86% પરિણામ સાથે 1.30%નો વધારો

ધોરણ 10નું પરિણામ 2026 જાહેર: 83.86% પરિણામ સાથે 1.30%નો વધારો

ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થતાં રાજ્યભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે, જે ગત વર્ષની 82.56 ટકાની સરખામણીએ 1.30 ટકા જેટલું વધુ છે. પરિણામમાં થયેલા આ વધારો શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને વિદ્યાર્થીઓના મહેનતનો પરિચય આપે છે.

કેન્દ્રવાર પરિણામની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રે 100 ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જે રાજ્યમાં ટોચનું સ્થાન ધરાવે છે. બીજી તરફ દાહોદ જિલ્લાના મૂનખોસલા કેન્દ્રનું પરિણામ માત્ર 33.74 ટકા નોંધાયું છે, જે સૌથી ઓછું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે પ્રથમ સ્થાને રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ 76.42 ટકા સાથે સૌથી ઓછું નોંધાયું છે.

રાજ્યભરના શાળાઓના પરિણામ પર નજર કરીએ તો 1697 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જોકે, ચિંતાજનક બાબત એ છે કે 39 શાળાઓમાં એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી, જે શિક્ષણ તંત્ર માટે વિચારવા જેવી બાબત છે.

વિદ્યાર્થીઓની વ્યક્તિગત સિદ્ધિઓમાં પણ આ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જે તેમની મહેનત અને લગનનું પરિણામ છે.

આ રીતે ધોરણ 10નું આ વર્ષનું પરિણામ રાજ્ય માટે ગૌરવપૂર્ણ રહ્યું છે, જ્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે અને તેમના ભવિષ્ય માટે નવા દ્વાર ખુલ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર