Homeગુજરાતપશ્ચિમ બંગાળમાં 9 તારીખે યોજાશે નવી સરકારની શપથ વિધિ
પશ્ચિમ બંગાળમાં 9 તારીખે યોજાશે નવી સરકારની શપથ વિધિ
- પશ્ચિમ બંગાળમાં 9 તારીખે યોજાશે નવી સરકારની શપથ વિધિપશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું છે કે બંગાળમાં નવી સરકાર 9 મેના રોજ શપથ લેશે.
- 05 May 2026 11:26 AM (IST)સુરત: મોલના ચેન્જિંગ રૂમમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂસુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક મોલમાં ચેન્જિંગ રૂમમાં મહિલા ફસાઈ જતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચેન્જિંગ રૂમનો દરવાજો અચાનક લોક થઈ જતા મહિલા અંદર જ ફસાઈ ગઈ હતી અને બહાર આવી શકી નહોતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ટીમે સમયસર કાર્યવાહી કરીને ચેન્જિંગ રૂમનો દરવાજો તોડી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ ઇજા થઈ નહોતી અને મહિલા હેમખેમ બહાર આવી ગઈ હતી.
- 05 May 2026 10:26 AM (IST)સુરત: સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશસુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્રણ ઠગબાજો બોગસ ચલણી નોટો આપીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને ઓરિજનલ નોટના ડબલ કે ત્રણ ગણા રૂપિયા આપવાની લાલચ આપી લોકોને ફસાવતા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પોટેશિયમ પરમેગેનેટ સોલ્યુશન સહિતના વિવિધ કેમિકલ પણ મળી આવ્યા છે, જે નકલી નોટ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ભેજાબાજોએ ઔરંગાબાદમાં પણ 7 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ ઠગાઈના કેસોમાં સંડોવાયેલા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી અંદાજે 1 કરોડ રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
- 05 May 2026 09:42 AM (IST)10 મે સુધી મહત્તમ તાપમાન ઊંચું રહેવાની આગાહીગુજરાતવાસીઓને આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ 10 મે સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચું જ રહેશે અને પારો 40 થી 42 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહેશે અને તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે.અમદાવાદમાં આજથી આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેટ્રોસિટીમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી પણ ઉપર જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને 9 મેના રોજ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ છે. સતત વધતી ગરમીને કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી શકે છે અને હવામાન વિભાગે લોકોને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.
- 05 May 2026 09:23 AM (IST)દાહોદ: ભારે પવન અને વરસાદથી વૃક્ષ ધરાશાયીદાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે અનેક સ્થળોએ અસર જોવા મળી છે. બલૈયા–ફતેપુરા માર્ગ પર કાંકસીયા પીકઅપ સ્ટેશન નજીક એક મોટું વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. રસ્તાની વચ્ચોવચ વૃક્ષ પડી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ અને રસ્તા પરથી વૃક્ષ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- 05 May 2026 09:06 AM (IST)મહેસાણા: કડીમાં ડૉક્ટરની બેદરકારીથી દર્દીના મોત મામલે ફરિયાદમહેસાણા જિલ્લાના કડીમાં ડૉક્ટરની બેદરકારીને કારણે દર્દીના મોત મામલે ગંભીર ફરિયાદ નોંધાઈ છે. વર્ષ ૨૦૨૩માં અલ્પેશજી ઠાકોર નામના દર્દીનું મણકાના ઓપરેશન દરમિયાન નસ કપાઈ જવાથી મોત થયું હોવાનો આરોપ છે. આ મામલે કડીની ભાગ્યોદય હોસ્પિટલના ડૉક્ટર યક્ષ શૈલેષ સોમપુરા વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રિપોર્ટમાં પણ નસ કપાવાના કારણે મોત થયાનું સામે આવ્યું છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
- 05 May 2026 09:04 AM (IST)અરવલ્લી: શામળાજીમાં વાતાવરણમાં આવ્યો પલટોઅરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. સુનોખ અને વાશેરાકંપા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જ્યારે મેઘરજ, મોડાસા, માલપુર, ઈસરી અને જીતપુરમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ અચાનક વરસાદને કારણે કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.
- 05 May 2026 09:03 AM (IST)કચ્છ: ભચાઉના અનેક ગામડાઓમાં વરસાદનું આગમનકચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ અને ચોબારી સહિતના અનેક ગામોમાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવી ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદ વરસતાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા નજરે પડ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને તલ, જુવાર, ઇસબગુલ, એરંડા અને બાજરી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
- 05 May 2026 07:41 AM (IST)જૂનાગઢઃ કેશોદના મઘરવાળા ગામે દીપડાનો હુમલોજૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ તાલુકાના મઘરવાળા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. બગીચામાં કામ કરી રહેલા એક આધેડ પર અચાનક દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ હુમલામાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને ગામલોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
- 05 May 2026 07:40 AM (IST)અરવલ્લીના મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં થયુ માવઠુંઅરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. પવન સાથે વાદળછાયું વાતાવરણ છવાતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ખાસ કરીને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માવઠું પડતાં ધરતી તાજગીથી છલકાઈ ઉઠી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આ અચાનક બદલાયેલા હવામાનથી ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.