રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, PSI પંડ્યાની રિવોલ્વરમાંથી અચાનક ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક મહિલાને કમરના ભાગે ઇજા પહોંચી હતી, જ્યારે PSI પંડ્યાને જમણા હાથમાં ઈજા થઈ હતી. બનાવ બાદ બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટમાં મહાવીર જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, જૈન સમાજમાં ઉત્સાહ
રાજકોટ શહેરમાં આજે મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રામાં સુંદર ફ્લોટ્સ, સજાવટ કરેલ વાહનો, બાઈક અને કાર રેલીનો સમાવેશ થયો હતો. જૈન સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર આ શોભાયાત્રામાં જોડાયા હતા. ધાર્મિક નારાઓ અને ભજન સાથે શહેરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.


