રાજકોટ શહેરમાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ મુલાકાત જોવા મળી હતી. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આનંદ નગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરંતુ આ મુલાકાત વચ્ચે એક વિવાદાસ્પદ પરિસ્થિતિ પણ ઉભી થઈ હતી. શિક્ષણ સંબંધિત મહત્વના મુદ્દે રજૂઆત કરવા આવેલા ASAP સંસ્થાના પ્રમુખને મુખ્યમંત્રી સાથે મળવા માટે સમય ન મળતા રજૂઆત અધૂરી રહી ગઈ હતી. આ ઘટનાને કારણે કાર્યક્રમ દરમિયાન થોડી અસંતોષની સ્થિતિ સર્જાઈ હતી અને શિક્ષણ મુદ્દે રજૂઆતનો આખો પ્રયત્ન નિષ્ફળ ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક સ્તરે આ મુદ્દે ચર્ચા જોર પકડી રહી છે કે મહત્વના શૈક્ષણિક પ્રશ્નો ઉકેલવા માટે આવતી એવી તકનો યોગ્ય ઉપયોગ ન થઈ શક્યો. આ ઘટનાએ શાસન અને સંસ્થાઓ વચ્ચેના સંવાદ અંગે પણ સવાલો ઉભા કર્યા છે.
રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દરમિયાન શિક્ષણ મુદ્દે રજૂઆતનો ફિયાસ્કો, ASAP પ્રમુખને સમય ન મળ્યો


