શુક્રવાર, ફેબ્રુવારી 20, 2026

ઈ-પેપર

શુક્રવાર, ફેબ્રુવારી 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસુરતઃ બારડોલી તાલુકામાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ થયો

સુરતઃ બારડોલી તાલુકામાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ થયો

સુરતઃ બારડોલી તાલુકામાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ થયો. વૃદ્ધની હિંમતને કારણે લૂંટારુના ઈરાદા નિષ્ફળ રહ્યા. બારડોલીના રૂવા ગામે કુરિયર બોય બની આવેલ લુટારુએ લુંટવાનો પ્રયાસ કર્યો. તમારું પાર્સલ આવ્યું છે તેમ કહી ધોળા દિવસે લૂંટારૂ સીધો વૃદ્ધના ઘરમાં ઘૂસ્યો. વૃદ્ધએ ઘરમાં કેમ આવ્યો તેમ કહેતા જ લુટારુએ ચપ્પુ કાઢ્યું. વૃદ્ધએ હિંમત કરી લૂંટારુંને ધક્કો મારી ઘરની બહાર કાઢી બુમાબુમ કરી. વૃદ્ધની બૂમો સાંભળી પડોશીઓ એકઠા થઈ ગયા લુટારુ લૂંટ કર્યા વગર ભાગ્યો.

રાયબરેલી: વાન ખાડામાં પડી, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં, એક ઝડપી સ્કૂલ વાન કાબુ ગુમાવીને ખાડામાં પલટી ગઈ. તેમાં સવાર વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા. લગભગ એક ડઝન વિદ્યાર્થીઓ ઘાયલ થયા. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઘાયલોને સેન્ટ્રલ હેલ્થ સેન્ટરથી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

રાજકોટ | શિક્ષણ સમાચાર

તાજા સમાચાર