વડોદરામાં ભારતીય ટીમનાં પુર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં દારૂ પીને કાર હંકારી જેકોબે અકસ્માત સર્જ્યો. અકોટામાં મોડીરાત્રે જેકોબે અન્ય વાહનોને ટક્કર મારી હતી. નશામાં ધૂત પૂર્વ ક્રિકેટર કાર લઈ ફરાર થઈ ગયો હતો.
મહીસાગરઃ જુના ઝીંઝવા ગામે કૂવામાં કાર ખાબકવાનો મામલો
મહીસાગરઃ જુના ઝીંઝવા ગામે કૂવામાં કાર ખાબકવાના મામલામાં ફાયર વિભાગે ભારે જહેમત બાદ ક્રેનની મદદથી કાર બહાર કાઢી. અગમ્ય કારણોસર કાર કૂવામાં ખાબકી હતી. ચાલકનો મૃતદેહ અને કારને બહાર કાઢવા રેસ્ક્યૂ આપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીસે મૃતદેહને પી.એમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


