અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. એ પછી, ધીરે-ધીરે વરસાદથી રાહત મળશે. હાલ, તો આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો-પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે. તો, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે. અને 7 નવેમ્બરથી વાતાવરણમાં ઠંડક વધવાની આગાહી કરાઇ છે. 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થવાની આગાહી છે. 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી, 7 નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાવવાની શક્યતા


