બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકઆંતરિક શુદ્ધિ અને સકારાત્મકતા તરફ દોરી જતી માતા મહાગૌરી

આંતરિક શુદ્ધિ અને સકારાત્મકતા તરફ દોરી જતી માતા મહાગૌરી

નવરાત્રિના આઠમા દિવસે પૂજાતા માતા મહાગૌરી પવિત્રતા, નિર્મળતા અને શાંતિનું પ્રતીક છે. માન્યતા મુજબ, તેમની ઉપાસનાથી જીવનમાંથી અંધકાર, અશુદ્ધિ અને નકારાત્મકતા દૂર થાય છે. માતા મહાગૌરીનું તેજસ્વી સ્વરૂપ ભક્તોને આધ્યાત્મિક શક્તિ આપે છે અને મનને એક નવા પ્રકાશ તરફ દોરી જાય છે.

માતા મહાગૌરીનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે – આંતરિક શુદ્ધિકરણ અને આત્મ-પ્રતિબિંબ જીવનમાં જરૂરી છે. જેમ આપણે આપણા ઘરને રોજ સાફ કરીએ છીએ, તેમ મન અને વિચારશક્તિને પણ સ્વચ્છ રાખવી જરૂરી છે. વ્યક્તિગત જીવન હોય કે કાર્યક્ષેત્ર, આપણું સતત મૂલ્યાંકન કરવું જોઈએ.ઓફિસ કે કામકાજની જગ્યાએ, નિયમિત self-assessment કરવાથી પ્રગતિ શક્ય બને છે. આ આપણને ખામી સુધારવામાં મદદ કરે છે અને આગળ વધવા માટે નવી ઊર્જા આપે છે.

માતા મહાગૌરી આપણને શીખવે છે કે ઈર્ષ્યા અને દ્વેષ જેવી નકારાત્મક લાગણીઓ જીવનને ક્યારેય પ્રકાશિત કરી શકતી નથી. તેવા ભાવો ત્યજી સૌપ્રત્યે પ્રેમ, કરુણા અને સહાનુભૂતિ રાખવી એજ સાચું જીવન છે.શુદ્ધ મન, નિર્મળ હૃદય અને સકારાત્મક વિચારોથી ભરેલું જીવન જ વ્યક્તિને સાચા અર્થમાં તેજસ્વી બનાવે છે.

માતા મહાગૌરીના આશીર્વાદથી ભક્તોના જીવનમાં શાંતિ, પવિત્રતા અને આનંદ પ્રસરે છે. તેઓ આપણને સીખવે છે કે સાચી ભક્તિ માત્ર પૂજામાં નથી, પરંતુ શુદ્ધતા, કરુણાભાવ અને સત્યનિષ્ઠ જીવનમાં છે.પ્રાર્થના કરીએ કે માતા મહાગૌરીના આશીર્વાદથી સૌના જીવનમાં પ્રકાશ, સુખ અને સકારાત્મકતા હંમેશા છવાયેલી રહે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર