દાહોદ : બેફામ બસચાલકે મોપેડ પર જતાં વૃદ્ધને ટક્કર મારી
દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં એસટી બસ ચાલકોની બેફામ દોડનો વધુ એક કેસ સામે આવ્યો છે. બેફામ બસચાલકે મોપેડ પર જતાં વૃદ્ધને ટક્કર મારી દીધી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. નોંધનીય છે કે આ એક જ સપ્તાહમાં ગોધરા રોડ પર થયો ત્રીજો અકસ્માત છે. ઘટનાની જાણ થતાં પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નર્મદાઃ સરદાર સરોવર ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક
નર્મદામાં સરદાર સરોવર ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ રહી છે. હાલ ડેમમાં 2 લાખ 90 હજાર ક્યુસેક પાણી પ્રવેશી રહ્યું છે, જ્યારે 94 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 5 દરવાજા 1.4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 92.11 ટકા પાણીનો જથ્થો છે અને જળસપાટી 130.30 મીટરે પહોંચી ગઈ છે, જે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરથી થોડું જ ઓછી છે.