રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક દર બે મહિને યોજાય છે, ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જોકે જનરલ બોર્ડની બેઠકમાં આજે શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદ બાદ જે રોડ રસ્તાની હાલત જોવા મળી રહી છે. તેને લઈને કોર્પોરેટરો દ્વારા પ્રશ્નોત્તરી યોજાઇ હતી. જ્યારે શહેરમાં મોટી સંખ્યામાં રોડ રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. એવામાં આજે જનરલ બોર્ડમાં ભાજપ પક્ષના જ કોર્પોરેટરો પ્રશ્નોત્તરી દરમિયાન મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ અગાઉ પણ જનરલ બોર્ડમાં કેટલાક કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. પ્રજાના પ્રશ્નોમાં કોઈપણ પ્રકારનો રસ ન હોય તેમ તેઓ મોબાઇલમાં સોશિયલ મીડિયામાં મશગુલ જોવા મળ્યા હતા. જોકે એક તરફ રાજકોટની જનતા શહેરમાં રોડ રસ્તા સહિતની બાબતોના મુદ્દે પરેશાન જોવા મળી રહી છે અને બીજી તરફ જનરલ બોર્ડની ચર્ચામાં શાસક પક્ષના કોર્પોરેટરો જ મોબાઇલમાં મશગુલ જોવા મળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
જનરલ બોર્ડમાં ભાજપ પક્ષના જ કોર્પોરેટરો પ્રશ્નોત્તરી દરમિયાન મોબાઇલમાં વ્યસ્ત
