રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વરસાદ વચ્ચે કરવામાં આવતા ડામર કામને લઈ નવો વિવાદ ઊભો થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વરસાદ વચ્ચે કરવામાં આવતા ડામર કામને લઈ નવો વિવાદ ઊભો થયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આ મુદ્દે મહાનગરપાલિકાને આડે હાથ લઈ ટીકા કરી છે.
તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “વરસાદી મોસમમાં ડામર કામ શરૂ કરવું બિનજવાબદારીભર્યું અને જનતા સામે ન્યાય ન હોય તેવી બાબત છે. આ કામો માત્ર કમિશનખોરી માટે તાકીદે કરવામાં આવી રહ્યા છે. એમાં કૌભાંડની શંકા સ્પષ્ટ છે.”
જાડેજાએ મહાનગરપાલિકાને ચેતવણી આપતાં કહ્યું કે જો આવા બિનમંજુર અને ગુણવત્તાવિહિન કામ તરત બંધ નહીં થાય તો કોંગ્રેસ જાહેર પ્રદર્શન કરશે અને લોકહિત માટે કાયદેસર પગલાં લેશે.