શનિવાર, એપ્રિલ 11, 2026

ઈ-પેપર

શનિવાર, એપ્રિલ 11, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટ78 શખસો પાસેથી 6.29 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

78 શખસો પાસેથી 6.29 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 22,150નો વહીવટી ચાર્જ વસુલ

(આઝાદ સંદેશ), રાજકોટ : સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરી ત્રણેય ઝોનમાંથી કુલ 78 આસામીઓ પાસેથી 6.29 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 22,150નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના કેનાલ રોડ, જવાહર મેઇન રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 30 આસામીઓ પાસેથી 1.62 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 8,700નો વહીવટી ચાજ વસુલવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોનના લાખના બંગલા રોડ, યુનિવર્સિટી મેઇન રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 36 આસામીઓ પાસેથી 3.445 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.10350નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. ઈસ્ટ ઝોનના કબીરવન મેઇન રોડ, મોરબી પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 12 આસામીઓ પાસેથી 1.225 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરાયું હતું તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.3100નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર