રવિવાર, ડિસેમ્બર 22, 2024

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયપેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ફટકો: વિનેશ ફોગાટ ફાઇનલમાં ડિસ્ક્વોલિફાઈ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ફટકો: વિનેશ ફોગાટ ફાઇનલમાં ડિસ્ક્વોલિફાઈ

પેરિસ, 7 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને મોટો આંચકો લાગ્યો છે જેમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવનાર મહિલા રેસલર એથ્લેટ વિનેશ ફોગાટને વધુ વજન હોવાના કારણે ફાઈનલ મેચમાંથી ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવી છે. વિનેશ ફોગાટ આજે બપોરે 12:45 વાગ્યે USએ રેસલર સામે તેની ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી પરંતુ હવે તે આ આખી મેચમાંથી બહાર થઈ ગઈ છે જેમાં તેને સિલ્વર મેડલ પણ નહીં મળે.
વિનેશ ફોગટના બહાર નીકળ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે, આ ખૂબ જ નિરાશાજનક છે કે ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, જે 50 કિલો ફ્રી સ્ટાઈલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચ રમવાની હતી તેને વજન વધારે હોવાને કારણે મેચ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી છે. ટીમે આખી રાત તેનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ આજે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે થયું. ભારતીય ટીમ તરફથી અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. અમે બધા તમને વિનેશની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ જેથી અમે આગામી ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર