રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકએકાદશી પર કરો ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા, આ છે શુભ મુહૂર્ત

એકાદશી પર કરો ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા, આ છે શુભ મુહૂર્ત

નવી દિલ્હી : સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. દર મહિનામાં બે એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર વરુથિની એકાદશીનું વ્રત કરવાથી ખરાબ ભાગ્યમાં પરિવર્તન આવે છે. ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ પાવન વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે,
પદ્મ પુરાણમાં પણ આ વ્રતનો ઉલ્લેખ છે. તેમાં ભગવાન કૃષ્ણએ વરુથિની એકાદશીના લાભ યુદ્ધિષ્ઠિરને જણાવ્યા હતા.

આ વ્રત કરનારી વ્યક્તિની ભગવાન વિષ્ણુ દરેક સંકટથી રક્ષા કરે છે. આ દિવસે સવારે ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્રનામના જાપ કરવા પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે કાંસાના વાસણમાં ભોજન ન કરવું જોઈએ. આ ઉપરાંત આ વ્રત રાખનાર વ્યક્તિએ ચોખાનું સેવન પણ ન કરવું જોઈએ.

ભગવાન વિષ્ણુના આ રૂપની પૂજા

4 મે, 2024ના રોજ આવતી વરુથિની એકાદશી પર ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા થાય છે. 4 મેના રોજ રાતે 8.38 સુધી એકાદશી તિથિ છે. પારણાનો સમય 5 મે સવારે 5.01થી 8.28 સુધીનો છે.

આ છે વરુથિની એકાદશીની કથા

પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે ક્રોધિત થઈને બ્રહ્માજીનું પાંચમું માથું કાપ્યું હતું, તો તેમને શ્રાપ લાગ્યો હતો. આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવજીએ વરુથિની એકાદશીનું વ્રત કર્યું હતું. વરુથિની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવ શ્રાપ અને પાપમાંથી મુક્ત થયા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ એક દિવસે વ્રત રાખવાનું ફળ અનેક વર્ષોની તપસ્યા સમાન છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર