શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગરમીની અસર ! માર્ચ મહિનામાં જ કુતરા કરડવાના 1208 બનાવ

ગરમીની અસર ! માર્ચ મહિનામાં જ કુતરા કરડવાના 1208 બનાવ

રાજકોટમાં રખડતાં કુતરાની 30 હજારથી વધુ સંખ્યાના અંદાજ વચ્ચે 1500નું વ્યંધીકરણ અને 6 હજારનું હડકવા વિરોધી રસી કરણ: ગયા વર્ષ કરતાં બમણાં કેસ કુતરાં કરડવાની સૌથી વધુ કેસ સરકારી હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, નાના મૌવા અને કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા : માર્ચ 2023 કરતાં ડબલ કેસ

(આઝાદ સંદેશ), રાજકોટ : ગરમીની અસર કાળા માથાના માનવી કરતાં અબોલ જીવોને વધુ થાય છે. માણસો બોલીનેે પોતાની મુશ્કેલી જણાવી શકે છે. ગરમી ઠંડી કે વરસાદ જેવી ઋતુઓમાં સલામતીની સાથે સ્વાસ્થ્યની સંભાળ પણ રાખી શકે છે.પણ, અબોલ પશુઓને કોઇપણ ઋતુ હોય ગરમી, ઠંડી કે વરસાદની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી ઋતુઓની માત્ર શારીરિક જ નહીં પણ માનસિક અસર થતી હોય તેના સ્વભાવમાં ઋતુ અનુસાર જબરદસ્ત પરિવર્તન આવતું રહે છેે. આ વર્ષે શિયાળામાં જોઇએ તેવી કડકકતી ઠંડી પડી નથી. હવે ઉનાળામાં આકરાં તાપ શરૂ થઇ ગયા છે. આકરાં તાપની
સૌથી વધુ અસર શેરી કુતરાઓને થઇ રહી હોય તેમ ગત માર્ચ મહિના દરમિયાન જ રાજકોટમાં કુતરાં કરડવાના 1208 બનાવ બન્યા છે. આ આંકડો ગત વર્ષ કરતાં ડબલ છે. આમાં પણ સરકારી હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ ઉપરાંત મહાનગરપાલિકાના નાના મવા અને કોઠારિયા આરોગ્યકેન્દ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
રાજકોટમાં એક અંદાજ મુજબ રખડતાં કુતરાઓની સંખ્યા 30 હજારથી વધુ સંખ્યાના અંદાજ વચ્ચે માત્ર 1500નું જ વ્યંધીકરણ કરાયું છે. અને છ હજાર કુતરાઓને હડકવા વિરોધી રસીનો રિપીટ ડોઝ અપાયો છે. વ્યંધીકરણની વાતો વચ્ચે શહેરમાં કુતરાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રખડતાં કુતરાઓને પરેશાન કરવાની માનવીય વૃતિ સ્વભાવની સાથોસાથ વાતાવરણ- હવામાનમાં ફેરફાર અને ખાસ કરીને ઉનાળામાં ભારે તાપ અને ગરમી સહિતના અન્ય કારણોસર પણ કુતરાં કરડવાની
સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.આવી જ રીતે ચોમાસાની ઋતુ દરમિયાન પણ કુતરા કરડવાની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળે છે. આ વર્ષે શિયાળાની ઋતુમાં હાડ ગાળતી ઠંડીના દિવસો જૂજ રહ્યા હતા. શિયાળામાં નોંધપાત્ર ઠંડી અનુભવાઇ નહોતી. તો હોળી બાદ તુરંત જ ગરમીના દિવસો શરૂ થઇ ગયા હતા. માર્ચ એપ્રિલમાં આકરાં તાપ બાદ હવે મે મહિનો પણ તપી રહ્યો છે. ત્યારે બીજી બાજું માર્ચ મહિનામાં જ રાજકોટ શહેરી વિસ્તારમાં કુતરા કરડવાના 1208 કેસ જાહેર થયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના 23 આરોગ્યકેન્દ્રોમાં સૌથી વધુ કોઠારિયા આરોગ્ય કેન્દ્રમાં 64 અને નાના મવા આરોગ્ય કેન્દ્રમાં 56 કેસ જાહેર થયા હતા. શહેરની બન્ને સરકારી હોસ્પિટલ પીડીયુમાં 450 અને પદ્મકુંવરબામાં 291 કેસ જાહેર થયા હતા. માર્ચ 2023માં જ્યાં કુતરાં કરડવાના એકપણ કેસ જાહેર થયા નહોતા એવા મહાનગરપાલિકાના માધાપર, મોરબી રોડ, મુંજકા ઉપરાંત બન્ને સરકારી હોસ્પિટલોમાં એકપણ કેસ નોંધાયા નહોતા. ત્યાં પણ આ વર્ષે નોંધપાત્ર કેસ નોંધાયા છે.

યોગ્ય ખોરાક મળતો નહોય કુતરાઓની બટકાં ભરવાની આદત વધી !

ડોગ એક્સપર્ટના કહેવા મુજબ સામાન્યરીતે આપણે રસોઇમાં પહેલા કુતરાની રોટલી કે ભાખરી બનાવીને આપતાં હતા. પણ હવે ભાખરી રોટલીની જગ્યા બિસ્કિટોએ લઇ લીધી છે. આ કારણે કુતરાઓને પુરતો ખોરાક મળતો ન હોય અને કુતરાઓની હેરાન કરવાની વૃતિને કારણે બટકાં ભરવાના કિસ્સા વધી ગયા હોવાનું પણ અનુમાન છે.

છછૂંદર કે ખિસકોલી કરડે તો પણ હડકવા વિરોધી રસી લેવી ફરજીયાત

સામાન્ય રીતે લોકો કુતરાં કરડે તોજ હડકવા વિરોધી રસી લેતા હોય છે. પણ, અવારનવાર ઘરના ફળિયામાં દેખાતી છછૂંદર ઉપરાંત ઉદંર, ખિસકોલી, વાંદરાનું બચ્ચુ (માંકડું), વાંદરો, નોળિયો કરડે કે ગાય ભેંસ અને તેના બચ્ચા બટકું ભરે તો પણ હડકવા વિરોધી રસી લેવી ફરજીયાત છે. પણ લોકોે આવી બાબતોને નજર અંદાજ કરીને જાતે જ તકલીફ વહોરે છે. લ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર