શનિવાર, મે 11, 2024

ઈ-પેપર

શનિવાર, મે 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગાંધીનગરમાં આવેલી સીઆઇડી ક્રાઇમની કચેરીનો પીએસઆઇ રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગરમાં આવેલી સીઆઇડી ક્રાઇમની કચેરીનો પીએસઆઇ રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયો

જગદીશકુમાર ચાવડા એસીબીએ પાર્કિંગમાં ગોઠવેલા છટકામાં સપડાયો : પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ પરત આપવા માંગ્યા’તા રૂ. 50 હજાર

(આઝાદ સંદેશ),રાજકોટ: ગાંધીનગર શહેરના સેક્ટર 11 સ્થિત સહયોગ સંકુલમાં આવેલી સીઆઇડી ક્રાઇમની કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઇએ સુરતના ગુનામાં જપ્ત કરવામાં આવેલો મુદામાલ પરત કરવા માટે 50 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જેમાં અગાઉ 10 હજાર લઇ લીધા હતા અને બાકીના 40 હજાર લેતા શુક્રવારે કચેરીના પાર્કીંગમાંથી એસીબીએ ઝડપી લીધો હતો.
સીઆઇડી ક્રાઇમની સુરત ઝોનની કચેરીમાં એક ગુનો દાખલ થયો હતો. જે બાબતે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવતા પીએસઆઇ જગદીશકુમાર ચાવડા તપાસ કરી રહ્યા હતા. પોલીસે ફરિયાદીનું કોમ્પ્યુટર, લેપટોપ, ફોન જપ્ત કર્યો હતો ત્યારે ફોન અને લેપટોપ પરત મળી જાય તો કામગીરી કરવામાં સરળતા રહે તે માટે ફરિયાદીએ જપ્ત કરેલો મુદામાલ પીએસઆઇ પાસે પરત માગ્યો હતો. આથી સીઆઇડી ક્રાઇમના પીએસઆઇ જગદીશકુમાર ચાવડાએ 50 હજારની માગણી કરી હતી. જેમાંથી 10 હજાર પહેલા ચુકવી દીધા હતા. જ્યારે બાકીના 40હજાર ચુકવવા શુક્રવારનો વાયદો કરાયો હતો. ફરિયાદી રૂપિયા આપવા માગતા ન હતા. જેથી એસીબીનો સંપર્ક કરતા ટીમે છટકુ ગોઠવ્યું હતું. જ્યારે પીએસઆઇ શુક્રવારે સીઆઇડી ક્રાઇમની કચેરીના પાર્કીંગમાં 40 હજાર લેવા ગયા ત્યારે એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર