શુક્રવાર, મે 17, 2024

ઈ-પેપર

શુક્રવાર, મે 17, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતવડાપ્રધાન મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે : જૂનાગઢ અને જામનગરમાં જાહેરસભા

વડાપ્રધાન મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે : જૂનાગઢ અને જામનગરમાં જાહેરસભા

કાલે ડીસા ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકો, હિંમતનગર ખાતે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ પશ્ચિમ એમ 4 બેઠકો માટે પ્રચાર ગુરૂવારે આણંદ ખાતે આણંદ અને ખેડા એમ બે લોકસભા બેઠકો, વઢવાણથી ચંદુભાઈ સિહોંરા, પરસોત્તમ રૂપાલા અને ડો. નિમુબહેન બાંભણિયા માટે, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા, ડો. મનસુખ માંડવિયા અને ભરત સુતરીયા માટે તેમજ જામનગરમાં પૂનમ માડમ સાથે મનસુખ માંડવિયાનો પણ પ્રચાર કરશે

(આઝાદ સંદેશ), રાજકોટ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સ્થાપના દિવસે ઉત્તર ગુજરાતમાં છ લોકસભા વિસ્તારમાં પ્રચાર કરશે. બે દિવસમાં 14 લોકસભા મતક્ષેત્રો માટે છ સ્થળે વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા છે. બીજી મેએ રૂપાલા, માંડવિયા, માડમ, સુતરીયા, શિહોરા અને બાંભણિયા માટે પ્રચાર કરશે.મળતી માહિતી મુજબ, કાલથી બે દિવસ પીએમ મોદી ગુજરાત પ્રવાસે છે. આ અંગે પ્રદેશ ભાજપ કાર્યલાયે રાજ્યમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર કાર્યક્રમો જાહેર કર્યા છે. ગુજરાત સ્થાપના દિવસ, 1લી મે અને બીજી મે એમ બે દિવસમાં તેઓ 14 લોકસભા મતક્ષેત્રો માટે છ સ્થળે પ્રચાર સભાઓને સંબોધશે. પ્રદેશ ભાજપે મોદીના પ્રચાર કાર્યક્રમમાં ગુજરાતના 38 ટકાથી વધુ વિધાનસભા મતક્ષેત્રો અર્થાત 70 વિધાનસભા આવરી લઈને આ આયોજન કર્યાનું જાહેર થયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના બીજા દિવસે સૌરાષ્ટ્રની સાતેસાત બેઠકો માટે ત્રણ સ્થળે પ્રચાર સભાઓ સંબોધશે. મોદી વઢવાણથી ચંદુભાઈ સિહોંરા, પરસોત્તમ રૂપાલા અને ડો. નિમુબહેન બાંભણિયા માટે, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા, ડો. મનસુખ માંડવિયા અને ભરત સુતરીયા માટે તેમજ જામનગરમાં પૂનમ માડમ અને ડો.મનસુખ માંડવિયા માટે ચૂંટણી પ્રચાર કરશે.1લી મેની બપોરે 3-30 કલાકે મોદી ડીસાના ઐતિહાસિક એરોડ્રોમ ગ્રાઉન્ડમાં બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકો માટે ચૂંટણી સભા સંબોધશે. ત્યાંથી હિંમતનગર જશે. જ્યાં 5-30 કલાકે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ પશ્ચિમ એમ ચાર મતક્ષેત્રોના મતદારોનુ અભિવાદન ઝીલશે. હિંમતનગરમાં મોદી ગ્રાઉન્ડમાં તેમની
ચૂંટણી સભાનું આયોજન કરાયુ છે. હિંમતનગર પછી તેઓ ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. બીજા દિવસ બીજી મેની સવારે 11 કલાકે આણંદમાં શાસ્ત્રી મેદાનમાં આણંદ અને ખેડા એમ બે લોકસભા બેઠકો, બપોરે એકાદ કલાકે વઢવાણમાં ત્રિ-મંદિર સામે આવેલા ગ્રાઉન્ડમાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર એમ ત્રણ લોકસભા માટે પ્રચાર કરશે. ચૂંટણી સભા સંબોધશે. વઢવાણ બાદ બપોરે 3-15 કલાકે જૂનાગઢ ખાતે જૂનાગઢ, પોરબંદર અને અમરેલી એમ ત્રણ લોકસભામા ભાજપના ઉમેદવારો માટે રેલીને સંબોધશે. સૌથી છેલ્લે સાંજે પાંચ કલાકે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગર અને પોરબંદર લોકસભાના ઉમેદવારો માટે પ્રચારસભા સંબોધશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર