રવિવાર, જુલાઇ 6, 2025

ઈ-પેપર

રવિવાર, જુલાઇ 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયપાકિસ્તાને સંરક્ષણ બજેટમાં 15%ના વધારા સાથે 2122 અબજ રૂપિયા કર્યું

પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં 15%ના વધારા સાથે 2122 અબજ રૂપિયા કર્યું

પાકિસ્તાનની ગઠબંધન સરકારનું પ્રથમ બજેટ, ગયા વર્ષ કરતાં લગભગ 30 ટકા વધારી 18.9 ટ્રિલિયન કર્યું : બજેટમાં સૌથી વધુ 9700 અબજ રૂપિયા લોન ચૂકવવા માટે ખર્ચાશે

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે વર્તમાન નાણાંકીય વર્ષ માટે દેશનું બજેટ રજૂ કર્યું, જેનું કદ ગયા વર્ષ કરતાં લગભગ 30 ટકા વધુ છે. 18.9 ટ્રિલિયન(18,877 અબજ) રૂપિયાના આ બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ 2122 અબજ રૂપિયા હશે. ગયા વર્ષે તે રૂ. 1804 અબજ હતું. બજેટમાં દેશની અર્થવ્યવસ્થા આવતા વર્ષે 3.6 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. ગયા વર્ષે આ અંદાજ 3.5% હતો પરંતુ પાકિસ્તાન લક્ષ્ય ચૂકી ગયું અને જીડીપી માત્ર 2.38% ના દરે વધ્યો. આ વખતે નાણામંત્રી ઔરંગઝેબે મોટા પાયે કડક નિર્ણયો લીધા છે અને ટેક્સ ફાઇલમાં વધારો કર્યો છે. બજેટમાં સૌથી વધુ 9700 અબજ રૂપિયા લોન ચૂકવવા માટે ખર્ચવામાં આવશે, જ્યારે આ પછી સૌથી વધુ રકમ સંરક્ષણ પાછળ ખર્ચવાની જોગવાઈ છે. અત્રે નોંધનીય છે કે, દેશમાં નવી સામાન્ય ચૂંટણીઓ બાદ પીએમએલ-એન અને પીપીપી ગઠબંધન સરકારનું આ પ્રથમ બજેટ છે. બજેટની રજૂઆત પહેલા જ બે ગઠબંધન ભાગીદારો વચ્ચે અણબનાવ જોવા મળ્યો હતો અને પીપીપીના બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આક્ષેપ કર્યો છે કે બજેટ તૈયાર કરવામાં તેમની પાર્ટીની સલાહ લેવામાં આવી ન હતી. બિલાવલે પ્રશ્ર્ન કર્યો કે શું શહેબાઝ શરીફની આગેવાનીવાળી સરકાર હજુ પણ તેમના સમર્થનને મહત્વ આપે છે. આ વિવાદને કારણે પાકિસ્તાનની સત્તાધારી ગઠબંધન સરકારના સહયોગી પક્ષો વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર