સોમવાર, મે 20, 2024

ઈ-પેપર

સોમવાર, મે 20, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસર્વત્ર કમળ જ ખીલશે, આવનારા 5 વર્ષ હશે અભૂતપૂર્વ વિકાસ અને સિદ્ધિના...

સર્વત્ર કમળ જ ખીલશે, આવનારા 5 વર્ષ હશે અભૂતપૂર્વ વિકાસ અને સિદ્ધિના : ભાનુબેન બાબરિયા, મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા

(આઝાદ સંદેશ), રાજકોટ : પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરા, રાજ્યના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોની, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા,કેસરીદેવસિંહ ઝાલા, વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ,શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિન મોલિયા, ડો. માધવ દવે. વીરેન્દ્રસિંહ ઝાલા, ભાજપ અગ્રણી ડો. ધનસુખ ભંડેરી, શહેર ભાજપ ના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીની એક સયુંકત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 25 સીટોનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ અવસરે રાજકોટ લોકસભા મતવિસ્તારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા તમામ મતદારો, તમામ ઉમેદવારો, તંત્ર અને મીડિયા પ્રત્યે આભાર વ્યક્ત કરતા ઉપરોક્ત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલી ભાજપ સરકાર તરફી મોટાપાયે જંગી મતદાન થયાનું જણાય આવે છે. મતદારોએ વિકાસને મત આપ્યો છે, કમળના નિશાનવાળું બટન દબાવ્યું છે.
મતદારોએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અડગ, મજબુત, અને સક્ષમ નેતૃત્વમાં અપાર શ્રધ્ધા દર્શાવી તેમજ મોદી સેનાના સશક્ત સેનાની, ભાજપના વિચાર, કાર્ય અને જવાબદારીઓ નિભાવવામાં અટલ સૈનિક એવા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા તરફી જંગી મતદાન કરીને- નરેન્દ્રભાઈ મોદીને અબ કી બાર – 400 કે પાર’ના સૂત્ર સાથે સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેનો મિજાજ બનાવ્યો છે. સર્વત્ર કેસરિયા તરફી માહોલ છવાતા સર્વત્ર કમળ જ ખીલશે અને આવનારા 5 વર્ષ અભૂતપૂર્વ વિકાસ અને સિદ્ધિના હશે. તેમજ મજબુત લોકતંત્ર ના પાયામાં એક – એક મત મહત્વનો હોય જનતાએ લોકશાહીના આ મહાપર્વને ઉજવ્યું છે અને ‘કમળ ને મત એટલે વિકાસ ને તક’ના મંત્રને ચરિતાર્થ કરી મતદારોએ વિકાસને મત આપ્યો છે ત્યારે ભાજપના ભવ્ય વિજયમાં મતદારો, કાર્યકરોનો ફાળો સવિશેષ છે અને મતદારોનો કમળ તરફી ઉષ્માભર્યો ઉમળકો જોવા મળેલ હતો. આમ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા સૌ કોઈની કામગીરી પ્રશંસાપાત્ર રહી હતી. આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ ડુલ થઈ જવાની છે. રૂપાલા ભવ્યાતિભવ્ય વિજય મેળવવાના છે. સર્વત્ર કેસરિયા તરફી માહોલ છે જે ચૂંટણીના પરિણામના દિવસે જોવા મળશે. ઇવીએમમાંથી કમળ જ નીકળવાના છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઈ રૂપાલા જંગી બહુમતીથી વિજય હાંસલ કરશે અને દિલ્હી માં ભાજપ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નેતુત્વમાં ત્રીજીવાર કેન્દ્ર સરકાર બનાવશે, અને નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે, ભાજપના ભવ્ય વિજયમાં મતદારો, કાર્યકરોનો ફાળો વિશેષ હશે. ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા સૌ કોઈની કામગીરી પ્રશંસાપાત્ર રહી એવું જણાવતા અંતમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરા, રાજ્યના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોની, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા,કેસરીદેવસિંહ ઝાલા, વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ,વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, વિધાનસભા-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિન મોલિયા, ડો. માધવ દવે. વીરેન્દ્રસિંહ ઝાલા, ભાજપ અગ્રણી ડો. ધનસુખ ભંડેરી, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ મતદારો, ઉમેદવારો, પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકરોથી લઈ તંત્ર અને મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર