શનિવાર, મે 11, 2024

ઈ-પેપર

શનિવાર, મે 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાષ્ટ્ર માટે મહત્તમ મતદાન કરવા વોટમેક્સ અભિયાનનો પ્રારંભ

રાષ્ટ્ર માટે મહત્તમ મતદાન કરવા વોટમેક્સ અભિયાનનો પ્રારંભ

વિવિધ મોલ હોટલ, લગ્ન સ્થળ, કથા સ્થળ વિવિધ મંદિરે જઇને મતદાનના સંકલ્પ લેવડાવવા સહિતની ઝુંબેશ ચલાવાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: સમગ્ર વિશ્ર્વ લોકશાહીના મહાપર્વ ઉપર મીટ માંડીને બેઠું છે. તેવી પુખ્ત લોકશાહીનું પ્રથમ અને દ્વિતીય ચરણનું મતદાન પૂરું થઇ ગયું છે. ત્યારે ગુજરાતમાં 7મેના દિવસે લોકશાહીના સંરક્ષણ અને સંવર્ઘન માટે જ્ઞાતિ, જાતિથી ઉપર ઉઠી મહત્તમ મતદાનની અપીલ કરતું એક અભિયાન રાજકોટમાં શરૂ થયું છે. જેનું નામ છે “વોટમેક્સ કેમ્પેન ગઇ વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારનું જ મહત્તમ મતદાનની અપીલ કરતું અભિયાન છેડાયેલ. જેની વિશેષતા સમાજના દરેક વર્ગને અપીલ કરતા વિષયો અને સૌને સાથે જોડતી કાર્યપદ્ધતિ છે.
રાષ્ટ્રધર્મ નિભાવવાના સંકલ્પથી થનગનતા યુવાઓથી બનેલું આ ગ્રુપ શહેરના શિક્ષણ વિભાગ, વિવિધ વ્યાપારી એસોસીએશન, મહિલા મંડળો, સોસાયટીને સાથે રાખી મહત્તમ મતદાન થાય એ માટે મતદાનના દિવસની છેલ્લી કલાક સુધી પ્રયત્ન કરશે અને મતદાનના દિવસે એક એક સભ્ય પોતાના પરિચિત મીનીમમ 20 લોકોને ફોન કરી મતદાન કર્યું કે નહીં પુછશે અને અન્યોને પુછવા પ્રેરણા કરશે એવી ચેઇન બનાવશે.
મતદાન દિવસ પહેલા કરવાના જાગૃતિના કાર્યો જેવા કે રાજકોટ શહેરના કુરિયરમાં રોજના 10,000 પત્રવ્યવહાર થતા હોય તેમાં રાષ્ટ્રહિતમાં મતદાન 100% મતદાનના સ્ટેમ્પ મારી જાગૃત કરવા, વિવિધ સોસાયટીમાં જઇ મહત્તમ મતદાનથી થતા ફાયદા સમજાવવા, લોકશાહીમાં લોકોની મહત્તમ રાજકીય લોકભાગીદારી વધે એ હેતુથી વિવિધ મોલ, હોટેલ, કથા સ્થળ, લગ્ન સ્થળ, વિવિધ મંદિરે જઇને મહત્તમ મતદાનનો સંકલ્પ લેવડાવવો, સેલ્ફી સ્ટેન્ડ દ્વારા યુવાનોમાં જાગૃતિ લાવવી, પોસ્ટર, પત્રિકા મોબાઇલ બજાર, મેડીકલ દુકાને લગાવવી, સોશ્યલ મીડિયામાં મહત્તમ મતદાનનો પ્રચાર પ્રસાર કરવો, પ્રેસ મીડિયા દ્વારા જાગૃતિ ઝુંબેશને વેગ આપવો, વિવિધ છાત્રાલયોમાં એક મતની કિંમત સમજાવવી વગેરે કરવામાં આવશે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતે મતદાન કરવા જશે એવા જાગૃતિના વીડિયો અપલોડકરી, વોટમેક્સ જેવા વિવિધ હેશટેગનો ઉપયોગ કરવા, ફર્સ્ટ ટાઇમ વોટરને અપીલ કરી એમને પ્રત્યક્ષ ભાગીદારી કરવા પ્રેરવા, એક ઉમંગ, ઉત્સાહનો માહોલ સર્જવા માટે ઢોલ નગારા વગાડતા વગાડતા સમગ્ર સોસાયટી મતદાન કરવા જાય, રેડીયો દ્વારા, ગુગલ ફોર્મ દ્વારા સંકલ્પ કરાવશે. વિવિધ ધાર્મિક સાધુ-સંતો, સામાજીક અગ્રણી, કલાકાર દ્વારા સમાજમાં લોકો વધુ મતદાન કરવા પ્રેરે તે માટેના પ્રયત્નો ચાલુ થઇ ગયા છે. આ અભિયાનમાં નાથાભાઇ કમાણી, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, ગૌતમભાઇ ધમસાણીયા, રજનીભાઇ છાંટબાર, અજયભાઇ જોષી, રતિલાલભાઇ ગણાત્રા, રમેશભાઇ ત્રિવેદી, કૈલાસભાઇ રાજપરા, વિષ્ણુભાઇ ખાન્ડલા, નવીનચંદ્ર ગોરડીયા, દર્શનભાઇ ભેસદડીયા, પરિમલભાઇ જોષી, ડો.કે.આર.રામ તથા ડેનીસભાઇ આડેસરાની સમગ્ર ટીમ મહત્તમ મતદાન કરાવવા વોટમેક્સ કેમ્પેન દ્વારા સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે અને યુવાનોને જોડાવા ખાસ અપીલ કરી છે તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં સભ્યોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર