મંગળવાર, મે 21, 2024

ઈ-પેપર

મંગળવાર, મે 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજન9 વર્ષ બાદ પુન: બોલિવુડમાં રિએન્ટ્રી કરશે ઇમરાન ખાન, ગોવામાં ફિલ્મનું શૂટિંગ...

9 વર્ષ બાદ પુન: બોલિવુડમાં રિએન્ટ્રી કરશે ઇમરાન ખાન, ગોવામાં ફિલ્મનું શૂટિંગ શરૂ

મુંબઈ : બોલિવૂડ ફિલ્મોના ચાહકો માટે સારા સમાચાર છે, ઇમરાન ખાન નવ વર્ષના લાંબા બ્રેક બાદ બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. જો અહેવાલોનું માનીએ તો, ઈમરાન તેની ફિલ્મી કારકિર્દીનો બીજો તબક્કો તેના મામા આમિર ખાન સાથે શરૂ કરી રહ્યો છે. બોલિવૂડનો હેન્ડસમ હંક ઈમરાન ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. ઈમરાન ખાન ઘણા સમયથી બોલિવૂડની દુનિયાથી દૂર છે. તેની છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી વર્ષ 2015માં રિલીઝ થઈ હતી, એ બાદથી તે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહતા. હવે ઈમરાન ખાનને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ફરી એકવાર પોતાની શાનદાર એક્ટિંગથી બધાનું દિલ જીતવા માટે તૈયાર છે.

ઈમરાન ખાન લાંબા સમયના બ્રેક બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહ્યો છે અને તે આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં એક્ટિંગ કરતો જોવા મળશે. જાણીતું છે કે આમિર ખાને 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં ઈમરાનને બાળ કલાકાર તરીકે અને 2008માં ફિલ્મ ‘જાને તુ યા જાને ના’માં લીડ રોલમાં લોન્ચ કર્યો હતો. અહેવાલો અનુસાર, ગયા વર્ષે ફિલ્મોમાં પાછા ફરવાની વાત કરી હતી અને હવે આઠ મહિના પછી, ઇમરાને તેના કમબેક પ્રોજેક્ટને લોક કરી દીધો છે. રિપોર્ટ અનુસાર આમિર ખાન પ્રોડક્શન દ્વારા નિર્મિત કોમેડી ફિલ્મ ‘હેપ્પી પટેલ’માં હેપ્પી પટેલની ભૂમિકા ભજવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર