બુધવાર, મે 1, 2024

ઈ-પેપર

બુધવાર, મે 1, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટચેક રિટર્ન કેસમાં કારખાનેદારને છોડી મુકવાના હુકમ સામે હાઇકોર્ટમાં કરેલી અપીલ ફગાવાઇ

ચેક રિટર્ન કેસમાં કારખાનેદારને છોડી મુકવાના હુકમ સામે હાઇકોર્ટમાં કરેલી અપીલ ફગાવાઇ

(આઝાદ સંદેશ), રાજકોટ : સને-2017માં ક્રાઈમ બ્રાંચ પી.એસ.આઈ. દ્વારા અરજીના કામે ધમકાવી લખાણ તથા કોરા ચેકો મેળવી રૂા. 50 લાખના ચેક રીર્ટનની કરાવેલ ફરીયાદના કામે કેસ ચાલી જતા અદાલતે પાટીદાર કારખાનેદાર મહેશ શીવાભાઈ ટીલારાને રાજકોટની અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મુકવાના ચુકાદાને પડકારતી અપીલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા મનીષ બાબુલાલ મહેતા દ્વારા રાજકોટની અદાલતમાં શિવમ મશીન ટુલ્સના નામથી કારખાનુ ધરાવતા પાટીદાર અગ્રણી મહેશ શીવાભાઈ ટીલારા વિરૂધ્ધ ફરિયાદમાં એવો આક્ષેપ કરેલ કે, ફરીયાદી તથા આરોપી ઘણા વર્ષોથી મિત્રો હોય આરોપી દ્વારા પોતાના વિશાળ રીતે ફેલાયેલ ધંધામાં રકમની જરૂરીયાત હોવાનું જણાવી ફરીયાદી મનીષ મહેતાના મિત્ર મયુર ધાંધીયા મારફતે રૂા. 50,00,000/- રોકડા લીધેલા જે રકમ સમયસર પરત ન આપતા ફરીયાદી તથા તેના મળતિયા મયુર ધાંધીયા દ્વારા જે-તે સમયે પોલીસ કમીશ્નરને અરજી કરેલી, જે અરજીની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાતા ક્રાઈમ બાંચના જે તે સમયના પી.એસ.આઈ. અતુલ સોનારા દ્વારા આરોપી મહેશ ટીલારાને ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં બોલાવી નિવેદન લઈ, અલગ અલગ ચેકો પોલીસની હાજરીમાં ફરિયાદી તથા તેના મળતિયાઓને અપાવેલ, જે ચેકો પૈકી રૂપિયા 50 લાખનો ચેક ફરીયાદી મનીષભાઈ બાબુલાલ મહેતાએ મેળવેલ હોય તે ચેક બેંકમાં જમા કરાવતા ‘સ્ટોપ પેમેન્ટ’ના કારણે પરત ફરતા મનીષ બાબુલાલ મહેતાએ રૂા. 50 લાખના ચેક રીર્ટનની ફરીયાદ રાજકોટની અદાલતમાં દાખલ કરેલ હતી.
અદાલત દ્વારા તમામ હકીકતોની નોંધ લેવી જોઈએ તેવી રજૂઆતો કરી તે સંદર્ભેનો પુરાવો ન્યાયાલય સમક્ષ મુકેલ હતો તેથી આરોપીને કેસમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકેલ હતો. જે ચુકાદામાં અદાલત દ્વારા મનીષ બાબુલાલ મહેતાએ દાખલ કરેલ ફરીયાદ કાયદાની પરીભાષા મુજબ ‘ફરિયાદ’ જ ન હોય અને ક્ષતિયુકત ફરીયાદ હોય ત્યારે ફરીયાદી માત્ર ચેકનો ધારણકર્તા હોવાથી તેની તરફેણનું અનુમાન કરી સજા કરી શકાય નહી ખાસ કરીને જયારે ફરીયાદી પોતાની પાસે રૂપીયા 50 લાખ જેવી માતબર રકમ કયાંથી આવી તે દર્શાવી શકતા ન હોય ત્યારે આરોપી તરફે કરવામાં આવેલ ઉલટ તપાસ અને પુરાવા ગ્રાહય રાખેલ હતા. જે ચુકાદા સામે ફરીયાદી મનીષ બાબુલાલ મહેતાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાની પરવાનગી માંગતી અરજી તથા અપીલ રજુ કરેલ હતી જે સુનાવણી અર્થે આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટની અદાલતે આપેલ ચુકાદો માન્ય રાખી ફરીયાદીની અરજી તથા અપીલ ડીસમીસ કરતા આ લાંબી કાનુની પ્રક્રિયામાં પાટીદાર કારખાનેદારનો વિજય થયેલ હતો. આ કામમાં આરોપી મહેશ ટીલારા વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, જયેન્દ્ર ગોંડલીયા, રીપન ગોકાણી, પરેશ પટોળીયા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, વિશાલ કૌશીક તથા ભૂમિકા નંદાણી રોકાયેલ હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર