રવિવાર, મે 12, 2024

ઈ-પેપર

રવિવાર, મે 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટચૂંટણી આવી : મહાનગરપાલિકામાં હમણાં કોઇ પણ કામ માટે ધક્કો ન ખાતા..!

ચૂંટણી આવી : મહાનગરપાલિકામાં હમણાં કોઇ પણ કામ માટે ધક્કો ન ખાતા..!

મહાનગરપાલિકાના તમામ કેડરના ત્રણ હજારથી વધુ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર હોવાથી તમામ પ્રકારની વહિવટી કામગીરી ઠપ્પ: છેલ્લી ઘડીએ ઇમરજન્સી સર્વિસના અધિકારીઓ અને કર્મચારીઓને પણ ઓચિંતા ફરજ પર લેવાતા કટોકટીના સમયમાં પણ પ્રજાના કામ અટકી પડે તેવી સ્થિતિ !

(આઝાદ સંદેશ), રાજકોટ : લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે આગામી તા.7ના રોજ મતદાન થવાનું છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાની વિવિધ કામગીરી સંદર્ભે અલગ અલગ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાંથી અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ત્યારથી મતગણતરી સુધીની અલગ અલગ મહત્વની કામગીરી અને જવાબદારી સોંપવામં આવી છે. આમાં રાજકોટ મહાનગરપાલિકાના 3 હજારથી વધુ કર્મચારીઓનો પણ સમાવેશ કરી દેવાતાં મહાનગરપાલિકામાં વહિવટી પ્રક્રિયા સદંતર અટકી પડી છે. મહાનગરપાલિકાની અલગ અલગ 40 શાખાઓના ત્રણ હજારથી વધુ કર્મચારીઓ ચૂંટણી ફરજ પર હોય હાલમાં માહનગરપાલિકાની તમામ બ્રાંચ ખાલીખમ જોવા મળી રહી છે. હવે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકાની ઇમરજન્સી સેવાના અધિકારીઓ અને કર્મચારીઓને પણ ચૂંટણી કામગીરીના ઓર્ડર આપવામાં આવ્યા છે ત્યારે, શહેરમાં કોઇપણ ગંભીર ઘટના બને તો શહેરીજનોને હેરાનગતિનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
લોકસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ત્યારથી જ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને બુથ ઓફિસર સહિતની કામગીરીના ઓર્ડર કરી દેવાયા છે. પ્રાથમિક તબક્કે જ 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી ફરજ પર લેવાયા બાદ તબક્કાવાર તેમાં વધારો કરાતો ગયો છે. પંદર દિવસ પહેલા 500થી વધુ કર્મચારીઓના ચૂંટણી ફરજના ઓર્ડર નીકળ્યા બાદ બે દિવસ પહેલા જ એક સાથે અઢીથી ત્રણ હજાર કર્મચારીઓને ચૂંટણી સંદર્ભે વિવિધ કામગીરી સોંપતા ઓર્ડર કરાયા છેે. આમાં ડ્રાયવરથી માંડીને 150થી વધુ જુનિયર ક્લાર્ક,
100થી વધુ સિનિયર ક્લાર્ક, વોર્ડ ઓફિસરો, ઇજનેરો, આસિસ્ટન્ટ ઇજનેરો, વર્ક આસિસ્ટન્ટો સહિતના તમામ કેડરના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી કામગીરીની વિવિધ ફરજ સોંપવામાં આવી છે.
આગામી તા. 7ના રોજ મતદાન થવાનું છ. ત્યારે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જેઓને રાજકોટ શહેર સિવાય જિલ્લાના અન્ય સ્થળોએ કામગીરી સોંપી છે. તેઓને તેમના ફરજના સ્થળે મતદાનના આગલા દિવસે જ એટલે કે તા. 6ના રોજ બપોર સુધીમાં હાજર થઇ જવું પડશે. બહારગામમાં ફરજ બજાવનારા કર્મચારીઓને આ પહેલા નિયત અધિકારીને રિપોર્ટ કરવાનો રહેશે. અને તેઓ તેમને અલગ અલગ બુથની કામગીરી સોંપશે. તા. 7મીએ મતદાનના દિવસે અને મતદાન બાદ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ માટે તા.8ના રોજ બીજા દિવસે પણ ખાસ રજા જાહેર કરવામાં આવી છે. આમ મતદાન પહેલાના એક દિવસ તા. 6 મેથી માંડીને તા. 8 મે એમ ત્રણ દિવસ સુધી સરકારી કચેરીઓમાં કોઇપણ પ્રકારના વહિવટી કે પ્રજાકિય કાર્યો થશે નહીં. મંગળવાર તા. 7મીએ મતદાન છે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને તા.6 સોમવારના રોજ ફરજમાં હાજર થવાનું છે. આ પહેલા તા.5ના રોજ રવિવાર છે. આમ જાહેર રજાના દિવસો અને મતદાનના દિવસની રજા સિવાયના દિવસોમાં મહાનગરપાલિકામાં જો કોઇ નાગરિક કામ લઇને આવે કે જો કોઇ સ્થળે પાઇપલાઇન તુટે તો કામગીરી કેવી રીતે કરવી એની મુંઝવણમાં અધિકારીઓ મુકાયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર